મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સતત ચર્ચાઓમાં રહે છે. મિસ વર્લ્ડ બન્યા બાદ તેની વ્યસ્તતાઓ વધી ગઈ છે. તે અનેક ઇવેન્ટ્સમાં જોવા મળે છે. જો કે તે આ વ્યસ્ત શિડ્યૂલમાં પણ ફૉટોશોપ કરાવી રહી છે અને પરિવાર માટે સમય નીકાળી રહી છે. એક આવા જ ફૉટોશૂટ દરમિયાન માનુષીની નો મેકઅપવાળી તસવીર સામે આવી છે. ગત દિવસોમાં તેણે રણવીર સિંહ સાથે એક બ્રાન્ડનું એડશૂટમાં કર્યું હતુ.
માનુષીએ ઇન્સ્ટાગ્રામ પર એક એડશૂટની ફૉટો શેર કરી છે. તસવીરમાં અભિનેત્રી મેકઅપ વગર નજર આવી રહી છે. ફૉટોને બે લાખથી વધારે લોકો અત્યાર સુધી જોઇ ચુક્યા છે.