Breaking

ગુજરાત સરકારનો નિર્ણય : કામકાજમાં સુધારો થાય આ માટે કર્મચારીઓને વિપશ્યના શિબીર માટે 10 દિવસની રજા આપશે

By

December 23, 2019

રાજ્ય સરકારના કર્મચારીઓના આરોગ્યને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે વિપશ્યના માટે ૧૦ દિવસની રજા આપવાનો નિર્ણય લીધો છે. આ મામલે રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. જેથી વિપશ્યના યોગ તાલીમ માટે 10 દિવસની ઓન ડ્યૂટી રજા કર્મચારીઓને આપવામાં આવશે. સરકારનું આ મામલે માનવુ છે કે, વિપશ્યનાથી સરકારી કામકાજમાં સુધાર થઈ શકે છે. અને આ યોગ શિબિરમાં કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે ભાગ લઈ શકશે. જોકે, જે તે વિભાગના અધિકારીની કર્મચારીઓએ મંજૂરી લેવી પડશે. તાલીમ લીધા બાદ કર્મચારીએએ તાલીમનું સર્ટીફિકેટ રજૂ કરવુ પડશે. અને અધ્ધ વચ્ચેથી તાલીમ છોડી દેનારને રજાનો લાભ નહી મળે.