મા બન્યા બાદ કરીના કપૂરે ઘણાં કિલો વજન ઘટાડ્યું, જાણો છો કેવી રીતે?

કરીના કપૂર હંમેશા પોતાની સ્ટાઈલને લઈને લાઈમ લાઈટમાં રહે છે. તૈમૂરને જન્મ આપ્યા બાદ તેણે ફરી પોતાના હેલ્ત પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. યોગ અને ઍક્સરસાઈઝની મદદથી તેણે ઘણું વજન આછું કર્યું. ચાલો જાણીએ કરીનાના ફિટનેસનું રહસ્ય…

ખરેખર ડિલીવરી પછી તે યોગ અને ઍક્સરસાઈઝ કરતી હતી, આ સાથે રૂટિનમાં પણ ઘણી બાભતો શામેલ કરી. તે પોતાનું વજન ઓછું કરવા ઘણાં પ્રયત્નો કરતી. કરીનાએ જણાવ્યું કે પોતાના પર ભરોસો રાખો અને મહેનત કરતા રહો.

કરીના કપૂરે પોતાના લાઈવ વીડિયોમાં જણાવ્યુ હતું કે તે હૉસ્પિટલમાં ખૂબ જ ટહેલતી હતી. લોકોએ તેને વજન ન વધે તે માટે ગ્રીલ્ડ ફીશ અને મીટ ખાવાની સલાહ આપી હતી. પરંતુ તે આ બધું જ યોગ્ય માત્રામાં ખાતી. તે વર્કઆઉટ પર પણ સખૂબ જ ધ્યાન આપતી હતી.

આ ઉંમરે પણ તેની સ્ટાઈલ બધા કરતા અલગ છે. તેનું નામ સ્ટાઈલિશ એક્ટ્રેસોમાં શામેલ છે. તે પોતાની ફેશન માટે પણ ઘણા બદલાવો કરતી રહે છે. ચોલી હોય કે લહેંગા-ડ્રેસ હોય, તે કોઈ પણ આઉટફિટ ગ્રેસફૂલી કૅરી કરે છે. તેના ફીગરને જોઈને તે કહેવું મુશ્કેલ છે કે તે તૈમૂરની મા છે….

(Visited 116 times, 1 visits today)