ચીનનાં બેજીંગમાં એક નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું છે. જેને દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ ગણવામાં આવી રહ્યું છે. જેનું નામ દાક્જિંગ એરપોર્ટ છે. ચીનમાં સામ્યવાદ શાસનનાં 70 વર્ષ પૂર્ણ થવા પર રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું છે.

તમને એ જાણીને હેરાની થશે કે 173 એકરમાં બનેલું આ એરપોર્ટ ફુટબોલના 100 મેદાન જેટલું છે. આ એરપોર્ટની અંદર એક મોટો બગીચો પણ આવેલો છે. તદઉપરાંત અહીયાં ઘરેલું અને આંતરરાષ્ટ્રીય યાત્રિયોં માટે અલગ અલગ ટર્મિનલ બનાવવામાં આવ્યા છે. જ્યારે અહિંયા છ ગલિયારો છે.

દાકીંગ ડિસ્ટ્રિક્ટ અને લોંગફાંગની સરહદ પર સ્થિત આ એરપોર્ટ અવકાશયાન જેવું લાગે છે. બુધવારથી આ વિમાનમથક પર ફ્લાઇટ્સ પણ શરૂ થઈ ગઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દર વર્ષે લગભગ 10 લાખ મુસાફરો આ એરપોર્ટથી મુસાફરી કરી શકશે.

આ વિમાનમથકના ટર્મિનલની નીચે એક ટ્રેન સ્ટેશન અને મેટ્રો લાઇન પણ બનાવવામાં આવી છે, જે મુસાફરોને માત્ર 20 મિનિટમાં શહેરના કેન્દ્રમાં લઈ જશે. આ એરપોર્ટ બનાવવા માટે લગભગ 17 ટ્રિલિયન 74 અબજ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ જ કારણ છે કે તેને વિશ્વનું સૌથી મોંઘુ એરપોર્ટ પણ માનવામાં આવે છે. આ એરપોર્ટની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેક્ટ જહા હદીદ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. જોકે, તેનું વર્ષ 2016 માં અવસાન થયું હતું.

