બહેન અર્પિતાની સેકન્ડ પ્રેગ્નન્સીના સમાચાર મળતાં જ શું કહ્યું હતું સલમાન ખાને?

સલમાન ખાનની લાડલી બહેન અર્પિતા ખાન બીજી વાર પ્રેગ્નન્ટ છે. તેની દીકરો આયુષ ત્રણ વર્ષનો થઈ ગયો છે. અર્પિતાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળતાં જ ઘરવાળાંની એક્સાઇટમેન્ટ ચરમસીમાએ છે. એક ઈન્ટરવ્યૂમાં અર્પિતા ખાને જણાવ્યું કે, ગુડન્યૂઝ સાંભળી સલમાન ખાનનું રિએક્શન કેવું હતું.

અર્પિતાએ જણાવ્યું કે આ સમાચાર સાંભળી તેનું આખુ ખાનદાન બહુ ખુશ અને એક્સાઇટેડ છે, અર્પિતાએ જણાવ્યું કે તેની સેકન્ડ પ્રેગ્નન્સી પ્લાન્ડ નહોંતી, પરંતુ તેના વિશે ખબર પડતાં જ તે ખૂબજ ખુશ થઈ. જાન્યુવારીમાં તેની ડિલીવરી થશે.

જ્યારે અર્પિતાને પૂછવામાં આવ્યું કે, તેણે બાળકનું નામ શું વિચાર્યું છે? તો તેણે કહ્યું કે, તેણે અત્યાર સુધી કઈં વિચાર્યું નથી. છોકરો છે કે છોકરી એજોયા બાદ તેઓ આ નિર્ણય લેશે.

આ પહેલાં આઈફાના ગ્રીન કાર્પેટ પર અર્પિતા ખાન તેના પતિ આયુષ શર્મા સાથે પહોંચી હતી. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં આયુષે પત્નીની પ્રેગ્નની કર્ફર્મ કરતાં કહ્યું હતું, “બહુ જલદી સારા સમાચાર મળશે. હું અને અર્પિતા બીજા બાળકની રાહ જોઇએ છી. આ બહુ સુંદર જર્ની છે. આ ફરીથી શરૂ થયું છે. અમે બાળકની આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ.”

ક્યારે થયાં હતાં અર્પિતા-આયુષનાં લગ્ન?
અર્પિતા ખાન અને આયુષ શર્માનાં લગ્ન 4 વર્ષ પહેલાં થયાં હતાં. તેઓ તેમના દીકરા આહિલને ખૂબજ પ્રેમ કરે છે. આહિલ આખા પરિવારનો લાડલો છે. સલમાન ખાન પણા અર્પિતાના દીકરા આહિલને ખૂબજ પ્રેમ કરે છે. ઘણીવાર મામા-ભાણિયાનું બૉન્ડિંગ જોવા મળે છે, આહિલ સલમાન ખાનના ફિલ્મના સેટની મુલાકાત પણ લે છે.

(Visited 290 times, 1 visits today)