જાણો તુલા રાશિમાં દાખલ થઇ રહ્યો છે શુક્ર, જાણો કંઇ રાશિના લોકોના ખૂલી જશે ભાગ્યના દરવાજા…

વ્યક્તિની જિંદગીમાં આવનારા સુખ અને દુ:ખનું સીધું કનેકશન ગ્રહોની સાથે હોય છે અને જ્યારે આ ગ્રહ કરવટ લે છે એટલે કે રાશિ બદલે છે તો તમામ 12 રાશિઓના જાતકો પર સારી-નરસી અસર પડે છે. ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં પણ શુક્ર ગ્રહ રાશિ બદલવા જઇ રહ્યો છે. 4 ઑક્ટોબરના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યું છે. શુક્રવારે સવારે 5 કલાક 09 મિનિટ પર કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે અને 28મી ઑક્ટોબર સુધી 8:31 મિનિટ સુધી આ રાશિમાં રહેશે. આવો જાણીએ શુક્રના આ રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિના લોકો પર કેવી અસર પડશે.

મેષ: આ રાશિના જાતકોનું જીવન હર્ષોલ્લાસથી ભરેલું રહેશે. જે વિવાહિત જાતક સંતાન પ્રાપ્તિ માટે પ્રયાસરત છે, તેમને પણ ખુશખરી મળી શકે છે. અવિવાહિત જાતકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. વ્યવસાયિક રીતે પણ તમને લાભની સ્થિતિમાં રહી શકો છો.

વૃષભ: શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળવાની અસર છે. પરિવારજનોની તંદુરસ્તીમાં પણ પહેલાં કરતાં વધુ સુધારો થવાની આશા છે. રોજગારની નવી તકો ઉભી થશે અને આર્થિક સ્થિતિ શ્રેષ્ઠ થશે. સંબંધીઓ પાસેથી શુભ સમાચાર મળવાના પણ યોગ બની રહ્યા છે.

મિથુન: પ્રેમસંબંધના મામલામાં જાતકોને લાભ થશે. જેને તમે ઇચ્છો તો તેને તમારા દિલની વાત કહેવા માટે આ સમય યોગ્ય સાબિત થઇ શકે છે. તમારું રોમેન્ટિક જીવન રોમાંચથી ભરપૂર રહેવાની શકયતા છે. વિદ્યાર્થી પણ પોતાના શિક્ષણ અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

કર્ક: આ રાશિના લોકોના પરિવારની સાથે સારા સંબંધ રહેશે. માંગલિક ભાવને લઇ પણ કેટલાંય પ્રકારના ઉપાય સફળ રહેશે. લોકોની આર્થિક સ્થિતિ શ્રેષ્ઠ થઇ શકે છે. લોકો માટે નવા વાહન ખરીદવાનો યોગ બની રહે છે. આ દરમ્યાન તમારો ખર્ચ ઘણો વધી શકે છે.

સિંહ: પરિવારમાં સુખ અને સમૃદ્ધિની સંભાવનાઓ દેખાય રહી છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાના યોગ બનશે અને મિત્રો પાસેથી સહયોગ મળવાની આશા છે. આ રાશિના લોકો માટે નોકરીની સંભાવના ખૂબ વધુ છે. વેપારમાં સફળતાની શકયતા છે.

કન્યા: કન્યા રાશિના જાતકોના દાંપત્ય જીવન અને પારિવારિક સ્થિતિમાં સકારાત્મક બદલાવ આવશે. રોકાણ કરવાથી લાભ મળવાના યોગ બનતા દેખાઇ રહ્યા છે. લોકોની સાથે વ્યવહાર ખરાબ કરવા પર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

તુલા: તુલા રાશિમાં શુક્ર પ્રવેશ કરવા જઇ રહ્યો છે આથી આ રાશિના જાતકોને સૌથી વધુ સંભાળીને રહેવાની જરૂર છે. આ રાશિના લોકો પોતાના શત્રુ પર હાવી રહેશે. જો કે આ દરમ્યાન તમારું મન ભટકવાના પણ યોગ બની રહ્યા છે. આથી કોઇપણ કામ કરતાં પહેલાં તેના અંગે યોગ્ય આકરણી ચોક્કસ કરી લો.

વૃશ્ચિક: આ રાશિના લોકો માટે હરવા ફરવાના યોગ બની રહ્યા છે. આર્થિક બાબતોની વાત કરીએ તો આ લોકોને ખિસ્સા ખર્ચી પર ધ્યાન આપવાની જરૂર પડશે. કારણ કે ખર્ચ ખૂબ વધી શકે છે. બીજાને આપેલા પૈસા પાછા આવી શકે છે.

ધન: આ રાશિના લોકોને પણ આર્થિક લાભ મળશે. આ દરમ્યાન જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમે વિભિન્ન ભૌતિક સુખોનો ભરપૂર લાભ ઉઠાવી શકશો. કાર્યક્ષેત્રમાં પોતાની મહેનતને ખાસ રીતે વખાણાશે અને તેના ફળસ્વરૂપે પોતાની આવકમાં પણ વધારો થઇ શકે છે.

મકર: મહેનત અને ઇમાનદારીથી કરાયેલા કામનું ફળ મશશે. જોબ બદલવા અંગે વિચાર કરી શકો છો. પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે અને પરિવારના સભ્યોની સાથો સાથ સાકો સમય પસાર કરી શકશો.

કુંભ: મિત્રોની સાથે લાંબી ટ્રિપનું પ્લાનિંગ બનાવી શકો છો. આ રાશિના જાતકોના માન સમ્માનમાં વધારો થશે અને સમાજમાં તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો. આ દરમ્યાન તમારી રૂચિ ધાર્મિક કાર્યોમાં વધુ થશે અને તમે કોઇપણ પ્રસિદ્ધ મંદિરમાં દર્શન માટે જઇ શકો છો.

મીન: આ રાશિના જાતકોને થોડીક કઠિનાઇનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં નવા વાહન આવવાના યોગ બની રહે છે. પરિવારના નાના બાળકોની સાથે જરૂરી સમય પસાર કરી શકશો. નાના ભાઇ બહેનોની સાથે વૈચારિક મતભેદોમાં ઘટાડો આવશે.

(Visited 117 times, 1 visits today)