એશ્વર્યા રાય બચ્ચને હાલમાં પેરિસમાં ફેશન વીકમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. દીકરી આરાધ્યા સાથે તે પહોંચી હતી અને રેમ્પ વોક પર જલવો બતાવ્યો હતો. પર્પલ કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. એક તરફ આ ડેબ્યૂને લઈ ફેન્સ તેનાં વખાણ કરતા હતા તો એક તરફ ભારતનાં ડિઝાઈનરે તેના આ ખાસ અંદાજને વખોડી કાઢ્યો હતો. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ તસવીરો પોસ્ટ કરીને એશ્વર્યાની મજાક કરી હતી.
ફેશન ડિઝાઈનરે ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, જો તમારી પાસે દુનિયાની સૌથી સુંદર છોકરીમાંથી એક એક ચહેરો હોય તો તમારા પર નિર્ભર કરે છે કે તમે કઈ રીતે તૈયાર થાવ છો. ઉલ્લેખનીય છે કે એશ્વર્યાએ ફ્લોરેલ પ્રિંટનો પર્પલ ડ્રેસ સાથે સાથે પીંછા વાળા શૂઝ પહેર્યા હતા.
આરાધ્યાએ પણ પોતાની માતાની જેમ ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે એશ્વર્યા ઘણા સમયથી ફિલ્મોથી દર છે. ઈવેન્ટ અને ખાસ જગ્યાએ હાજરી આપતી જોવા મળે છે. તો જુઓ અહીં એ ફોટોઝ…