શ્વેતા તિવારીની દીકરી પલકે હજી બોલિવૂડ કે ટીવીમાં ડગ માંડ્યાં નથી પરંતુ લોકો વચ્ચે બહુ ફેમસ બની ગઈ છે. જેના પૂરાવા આપેન છે પલકનું ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ.
પલક સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે અને તે વારંવાર તેની તસવીરો શેર કરતી રહે છે. પલકે હવે તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઇને એમજ લાગે કે, પલક ટીવી નહીં, પરંતુ બોલિવૂડમાં ડેબ્યૂ માટે તૈયાર છે.

પલકના આ ફોટોશૂટમાં તેનાં એક્સપ્રેશન અને અદાઓ બતાવે છે કે, તે બીજાં સ્ટાર કિડ્સ કરતાં હટકે છે.
સેક્સી ડ્રેસમાં પલક કેમેરા સામે એકદમ સ્ટનિંગ લાગી રહી છે. આ ફોટોશૂટમાં પલકના એક-એકથી ચડિયાતા પોઝ જોવા મળે છે.

ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલાં પલક અને શ્વેતા તેમના વ્યક્તિગત જીવનમાં ચાલી રહેલ મુશ્કેલીઓના કારણે ચર્ચામાં આવ્યાં હતાં.
આ બાબતે શ્વેતા હજી સુધી ચૂપ જ છે તો પલકે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી ખોટાં અનુમાન લગાવવાની ના પાડી હતી. સાથે-સાથે એમ પણ કહ્યું હતું કે, તેની સાથે શું થઈ રહ્યું છે તે કોઇને ખબર નથી.

પહેલાં એવી વાત આવી હતી કે શ્વેતા તિવારીના બીજા પતિ પલકને મારે છે પરંતુ પલકની આ પોસ્ટ પછી બહાર આવ્યું કે, અભિનવ તેને મારતો નહોતોં પરંતુ એવી વાતો સંભળવતો હતો, જે ઘરમાં સાંભળવી મુશ્કેલ હોય, જેના કારણે પલક માતા શ્વેતા સાથે મુંબઈના થાણે પોલીસ સ્ટેશન ગઈ હતી.
વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તે ઘણા સમય પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે, પલક એકતા કપૂરની એક સીરિયલથી ડેબ્યૂ કરશે. પરંતુ પલકે આ વાતને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે અત્યારે તે તેની સ્ટડી પર ધ્યાન આપશે.

પલકે અત્યારે માર એડમાં જ કામ કર્યું છે અને ફોટોશૂટ કરાવતી રહે છે. શ્વેતા ટીવીમાં કમબેક કરી રહી છે. શ્વેતા એક્ટર વરૂણ બડોલા સાથે મેરે ડૈડ કી દુલ્હન સીરિયલ્માં કામ કરતી જોવા મળશે.

