સોશિયલ મીડિયા પર એક એવો ફોટો વાયરલ થઈ રહ્યોં છે જેને જોઈને લોકો હેરાન થઈ રહ્યાં છે. આ ફોટામાં એક મહિલાને એટલા માટે વૃક્ષનો વેશ ધારણ કરવો પડ્યો કારણ કે તેને પોતાની બહેનની ફોટો છુપી રીતે ક્લિક કરવી હતી. કરનીથી જ્યારે એક છોકરો તેને પ્રપોઝ કરવાનો હતો. સોશિયલ મીડિયા પર આ ફોટાઓ ખૂબ જ વાયરલ થઈ રહી છે.
લોકો છોકરીના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે. વૃક્ષ બનીને ફોટો ક્લિક કરનાર આ છોકરીનું નામ થેરેસે મરકેલ છે અને તેને મંગળવારે ટ્વિટર પર ફોટાઓ શેર કરી હતી. ફોટોમાં જોઈ શકાય છે કે મહિલાએ લીલા પાંદડાથી બનેલી ડ્રેસ પહેરી છે.
તેમની આ પોસ્ચ ખૂબ જ વાયરલ થઈ છે. આ પોસ્ટને અત્યાર સુધી 21 હજાર કરતા વધુ રિ-ટ્વિટ્સ અને 1 લાખથી વધુ લાઈક્સ મળી ચુક્યાં છે. લોકો તેમના ખૂબ વખાણ કરી રહ્યાં છે. બે વર્ષ પહેલા આવી એક જ ફોટો વાયરલ થઈ હતી, જ્યાં એક મહિલા નકલી મુછો લગાવી મિત્રની ડેટ જોવા માટે પહોંચી.