આપણે ત્યાં શાસ્ત્રોમાં ધનવાન બનવા માટે કેટલાક ખાસ ઉપાય દર્શાવવામાં આવ્યા છે. જો ભાવ પૂર્વક તેને કરવામાં આવે તો જરૂરથી ફાયદો થાય છે. દરેકના જીવનમાં તેની રાશિ ખુબજ મહત્વનો રોલ નિભાવે છે જો તમે પણ ભાવથી તમારી રાશિ અનુસાર કેટલાક ચમત્કારીક મંત્રોનો જાપ કરશો તો ધનવાન બનતા તમને કોઈ નહીં રોકી શકે.
અનેક લોકોની એવી ફરિયાદ પણ હોય છે. ફરીયાદ હોય છે કે તેઓ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરે છે છતાં તેમને પૂજાનું ફળ મળતું નથી. જો તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું હોય અને સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ ન લેતાં હોય તો આ ઉપાય તમને અવશ્ય લાભ કરાવશે. જેમ દરેક વ્યક્તિની રાશિ અલગ અલગ હોય છે તેવી જ રીતે તેને લાભ કરાવતાં મંત્રો પણ અલગ અલગ હોય છે.
જો કે કેટલાંક એવા મંત્રો છે કે જે રાશિ પ્રમાણે કરવાથી અચૂક ફળે છે. એટલુંજ નહિં શીઘ્ર ફળ આપે છે. રાશિ અનુસાર મંત્ર જાપ કરવાથી વ્યક્તિને ઝડપથી સફળતા પ્રાપ્ત થાય છે. જાતક દરેક પ્રકારના સંકટમાંથી મુક્ત થાય છે અને ઘરમાં આર્થિક સંપન્નતા આવે છે. તો જાણો અહિં તમારી રાશિ પ્રમાણે તમારે ક્યો મંત્ર કરવો જોઈએ, જેથી થાય ઉન્નતિ અને ધનની પ્રાપ્તિ.
મેષ રાશિ
ॐ હ્રીં શ્રીં લક્ષ્મીનારાયણ નમઃ
વૃષભ રાશિ
ॐ ગૌપાલાયૈ ઉત્તર ધ્વજાય નમઃ
મિથુન રાશિ
ॐ ક્લીં કૃષ્ણાયૈ નમઃ
કર્ક રાશિ
ॐ હિરણ્યગર્ભાયૈ અવ્યક્ત રૂપિણે નમઃ
સિંહ રાશિ
ॐ ક્લીં બ્રહ્મણે જગદધારાયૈ નમઃ
કન્યા રાશિ
ॐ નમો પ્રીં પીતામબરાયૈ નમઃ
તુલા રાશિ
ॐ તત્વ નિરંજનાય તારક રામાયૈ નમઃ
વૃશ્ચિક રાશિ
ॐ નારાયણાય સુરસિંહાયૈ નમઃ
ધન રાશિ
ॐ શ્રીં દેવકીકૃષ્ણાય ઉર્ધ્વષંતાયૈ નમઃ
મકર રાશિ
ॐ શ્રીં વત્સલાયૈ નમઃ
કુંભ રાશિ
ॐ શ્રીં ઉપેન્દ્રાયૈ અચ્યુતાય નમઃ
મીન રાશિ
ॐ ક્લીં ઉદ્ધુતાય ઉદ્ધારિણે નમઃ

