શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં જ ચર્ચામાં છે. તે ગ્લેમરસ ડિવા છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. હવે પલકે નવો ફોટોશૂટ કરાવ્યુ છે. શૉર્ટ ડ્રેસમાં બ્લેક ડ્રોસમાં પલક એકદમ ખૂબસુરત લાગી રહી છે. તેણે સિઝલિંગ પોઝ આપ્યા છે. ફોટો શેર કરતાં પલકે લખ્યું-Downtown Love.

જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર પલક તિવારી ઘણી એક્ટિવ છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરે છે.
થોડા સમય પહેલાં સુધી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી ખૂબ ચર્ચામાં હતી. પલકે પોતાના સાવકા પિતા અભિનવ કોહલી પર ગંભીર આરોપ લગાવ્યાં હતાં.

પલકે શ્વેતા સાથે મળીને સમતા નગર પોલીસ સ્ટેશનમાં અભિનવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે અભિનવે ગુસ્સામાં આવીને તેને લાફો માર્યો અને અશ્લીલ ટિપ્પણી કરતાં ગંદા ફોટોઝ પણ દેખાડ્યાં.
આ મામલો શાંત થયો તો ફરી એકવાર ફરી પલક ચર્ચામાં આવી હતી. હવે તેનો બાથરૂમ વીડિયો સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહ્યો છે.

પલકે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે બાથરૂમમાં મિરર સામે પોઝ આપતી નજરે આવી રહી છે.

