મુકેશ અંબાણીની લાડલી ઇશા સાડી લુકમાં લાગી Gorgeous, તસવીરો થઇ વાયરલ

બિઝનેસ મેન મુકેશ અંબાણીના પરિવારે તેમના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું આ પાર્ટીમાં બિઝનેસમેન સિવાય, બોલિવૂડ અને ક્રિકેટથી જોડાયેલા સ્ટાર પણ પહોંચ્યા હતા. આ વખતની દિવાળી અંબાણી પરિવાર માટે ખાસ હતી. એવું એટલા માટે કારણકે વહૂ શ્લોકા મહેતાની અંબાણી પરિવાર સાથે પહેલી દિવાળી છે. એટલું જ નહીં મુકેશ અંબાણીની લાડલી ઇશાની પણ લગ્ન બાદ પહેલી દિવાળી પાર્ટી હતી.

પાર્ટીમાં ઇશા તેના સાસુ સ્વાતી પીરામલની સાથે પહોંચી. આ દરમિયાન ઇશા સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી. ખુલ્લા વાળ, ઇયરિંગ્સ તેના લુકને ચાર ચાંદ લગાવી રહી છે. આ દરમિયાન ઇશાએ લાઇટ મેકઅપ કર્યો હતો. જ્યારે ઇશાની સાસુએ બ્લેક એન્ડ ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ થઇ રહી છે.

(Visited 77 times, 1 visits today)