લાભ પાંચમ-જ્ઞાન પંચમી સૌભાગ્ય લાભ પાંચમનું ગુજરાતમાં ખુબજ મહત્વ રહેલું છે. સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો.તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમં લાભ, સારુ ભાગ્ય અને ઉન્નતિ આવે છે.ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી.

લાભ પાંચમના મુહૂર્ત 01-11-2019
સવારે: 6.45થી 10.55 ચલ, લાભ અને અમૃત ચોઘડિયું
બપોરે: 12.39થી 1.55 સુધી વિજય મુહૂર્ત
લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનુ કામ શરૂ કરવુ ખૂબ શુભ માનવામં આવે છે. ગુજરાતમાં આ તહેવારનુ ખૂબ મહત્વ છે. દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે. આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે. વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે ગણેશ ભગવાનની પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે. કારણ કે ગણેશજી વિઘ્ન હરતા તો કહેવાય જ છે સાથે કોઈપણ શુભ કાર્યો કરવા પહેલાં એમની વંદના કરવી જોઈએ તેથી નવા વરસની શરૂઆત સાથે રજાઓ ગાળ્યા બાદ કામકાજ શરૂ કરવા પહેલાં ગણેશજીની આરાધના કરવાનું પણ એટલું જ મહત્વનું હોય છે. લોકો આ દિવસે સત્કર્મો કરવાના અને સારા લાભ થાય એવા સંકલ્પો કરે છે.
લાભ પાંચમના દિવસે કરો આ ઉપાય
લાભ પાંચમના સાંજે સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરીને આસન ઉપર પૂર્વ દિશાએ બેસવું. લાકડાંનો પાટલો કે બાજોઠ લઈ તેના ઉપર સફેદ સ્થાપન પાથરવું. તેના ઉપર ચોખા ઉપર આંકડાના ફૂલના ગણેશજી બનાવવી તેની સ્થાપના કરો. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે.આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.
ગણેશ જી ઉપર ચોખા એટલે કે અક્ષત પણ ચડાવવા જોઈએ. યાદ રહે આ અક્ષત કોરા ન ચડાવતાં તેને ગંગાજળ કે સાદા પાણીથી સહેજ ભીના કરીને ચડાવાવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ઘન ધાન્યની કદી ઓછપ રહેતી નથી. ગોળનો પ્રસાદ ધરાવવો.

