ટ્રોલ / ટેગ કાઢ્યા વગર કપડાં પહેરવા બદલ જાન્હવી કપૂર ટ્રોલ થઇ, સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયો

બોલિવૂડ ડેસ્ક: ટેગ હટાવ્યા વગર ડ્રેસ પહેરીને બહાર નીકળેલ જાન્હવી કપૂર ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. જાન્હવીનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે પીળા રંગનો ડ્રેસ પહેરીને ક્લાસમાંથી બહાર આવી રહી છે. પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહેનારી જાન્હવી કપૂર આ વખતે તેના ડ્રેસને કારણે ટ્રોલ થઇ. આટલું જ નહીં કારના ડેશબોર્ડ પર પગ રાખીને બેસવાને લઈને યુઝર્સે તેને મેનરલેસ ગણાવી.

જાન્હવી ક્લાસીસમાંથી બહાર નીકળી પોતાની કાર તરફ જઈ રહી હતી. તેણે યેલો કલરનો ડ્રેસ પહેર્યો હતો પરંતુ આ ડ્રેસનો ટેગ હટાવાનું તે ભૂલી ગઈ હતી. જાન્હવીનો આ ફોટો અને વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. વીડિયો વાઇરલ થયો કે યુઝર્સ તેનો મજાક બનાવવા લાગ્યા.જાન્હવી ગાડીમાં બેસી તો તેણે પોતાના પગ ડેશબોર્ડ પર રાખ્યા હતા. આવી રીતે બેસવા પર પણ યુઝર્સે કહ્યું કે તેનામાં કોઈ મેનર્સ જ નથી.

જાન્હવી કપૂર એક્ટ્રેસ શ્રી દેવી અને ફિલ્મમેકર બોની કપૂરની મોટી દીકરી છે. જાન્હવીએ તેનું બોલિવૂડ ડેબ્યુ ઈશાન ખટ્ટર સાથે ‘ધડક’ ફિલ્મથી કર્યું હતું. હાલ તેના હાથમાં ‘ગુંજન સક્સેના’, ‘દોસ્તાના 2’ અને ‘તખ્ત’ ફિલ્મ છે.

(Visited 17 times, 1 visits today)