ગયા વરસે ફિલ્મ ‘ધડક’માં જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટર સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમા તેમની જોડીને પસંદ કરવામાં આવી હતી. આ બાદ બન્ને ડેટ કરી રહ્યા હોવાની પણ ચર્ચા હતી. જાહેરમાં તેઓ ઘણી વાર સાથે જોવા મળતા હતા. બન્ને વચ્ચે સારી બોન્ડિંગ હોવાનું કહેવાય છે.

હાલમાં જ જાહ્નવી અને ઇશાનને ઝોયા અખ્તરના ઘર બહાર સાથે જોવા મળ્યા હતા. આ પરથી એવી અટકળ છે કે આ જોડી ફરી રૂપેરી પડદે સાથ જોવા મળશે. પરંતુ વાસ્તવમાં તો ઝોયાને ત્યાં પાર્ટીનો આનંદ માણવા આ યુગલ સાથે ગયુ હતું.

ઉલ્લેખનીય છે કે ઇશાન અન ેજાહ્નવી પોતપોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. ઇશાન પાસે હાલ અનન્યા પાંડે સાથેની ‘ખાલી પીલી’ ફિલ્મ છે.જ્યારે જાહ્નવી ‘કારગિલ ગર્લ, રુહી અફઝા, તખ્ત અન ‘દોસ્તાના ટુ’માં છે.
(Visited 35 times, 1 visits today)

