જાણો જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાથી કાતિલ ઠંડી પાડવા લાગી જનજીવન ઠપ…

જમ્મુ કાશ્મીરમાં પાછલા ચાર દિવસથી સતત ભારે બરફવર્ષા થઇ રહી છે. જેણે ત્યાંના જનજીવનને ઠપ કરી દીધું છે. ભારે બરફવર્ષાને કારણે રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

શ્રીનગરનું મહત્તમ તાપમાન 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. જે સામાન્ય કરતા 14 ડિગ્રી જેટલું ઓછું છે. ઉપરાંત બરફવર્ષાને કારણ બે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. કાશ્મીરના ગુલમર્ગમાં એલઓસી નજીક બે વ્યક્તિઓના હિમ સ્ખલનના કારણે મોત થયા છે. રાજ્યની શિયાળઆની રાજધાની જમ્મુમાં પણ તાપમાનનો પારો સામાન્ય તાપમાન કરતા 5 ડિગ્રી જેટલો નીચે ગબડયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગુલમર્ગમાં નોંધાયું છે. ગુલમર્ગમાં માઇનસ 4.8 ડિગ્રી તાપમાને લોકોને થીજવ્યા હતા.

આ સિવાય પહલગામ, સરહદ નજીકનું કુપવાડા અને દક્ષિણ કાશ્મીરનું કોકેરંગ શહેર પણ શૂૂન્યથી નીચે તાપમાનમાં થીજ્યા છે. પહલગામમાં માઇનસ 1.3, કુપવાડામાં માઇનસ 1.6 અને કોકેરેમાં માઇનસ 0.96 ડિગ્રી તાપમાન હતું. જમ્મુના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે ગબડયો છે. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે સફરજનના પાકનો નાશ થયો છે. જેથી ખેડૂતો માટે મોટી સમસ્યા ઉભી થઇ છે. હજારોની સંખ્યામાં સફરજનના બગીચામાં પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે નવેમ્બરની શરૂઆથમાં બરફવર્ષા તેમણે ક્યારેય જોઇ નથી. જાણકારોના મતે ધારા 370 દૂર થયા બાદ કાશ્મીરમાં ત્રણ મહિનામાં વેપાર ધંધાને જે નુકસાન નથી થયું, તે બરફવર્ષાને કારણે થયું છે. ભઆરે બરફવર્ષાથી ઘણા વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ બંધ છે ઉપરાંત વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

(Visited 100 times, 1 visits today)