યુગાન્ડાની મહિલાએ રેકોર્ડ તોડ લગ્ન કરીને સૌના હોશ ઉડાવી દીધા છે. આ મહિલાએ એવું કામ કર્યું છે કે યુગાન્ડામાં તેની ખબર અખબારના પહેલા પેજ પર છપાય છે. 36 વર્ષિય ગ્રેસ અગુતીએ એક સાથે ત્રણ પુરૂષો સાથે લગ્ન કર્યા. એનનું હુલામણું નામ ધરાવતી આ મહિલાએ આવું પગલું વિચારીને ઉઠાવ્યું હતું. મોટા સપનાઓ સાથે પહેલા લગ્ન કર્યા હતા પણ તે એક વર્ષની અંદર જ તૂટી ગયા. પણ એને હાર ન માની અને તેણે પોતાના પસંદીદા મનના માણિગરની તલાશ કરી લીધી. એનના નસીબે તેનો સાથ આપતા તેનો બીજો પતિ પણ મળી ગયો. એમ કરતાં કરતાં એનને ત્રણ પતિઓ મળી ગયા.
ત્રણ સારા છોકરાઓ મળતા એને તે ત્રણે સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. જે સાંભળી તમામ લોકોના હોશ ઉડી ગયા. એ પછી તમામ રિતી રિવાજો સાથે એને લગ્ન કર્યા. જણાવી દઈએ કે એન એક એવા સમુદાયમાંથી આવે છે જ્યાં એક જ પુરૂષ સાથે લગ્ન કરી શકાય છે. પણ એને આ તમામ નિયમોને તોડી નાખતા એક સાથે ત્રણ પુરૂષો સાથે લગ્ન કરી લીધા.
એને ગર્વથી ત્રણે પતિઓ સાથે લગ્ન કર્યા. તેના પિતાએ પણ એ વાત પર હામી ભરી છે કે એને એકસાથે ત્રણ પુરૂષો સાથે લગ્ન કર્યા છે. ગામડાંના લોકોએ એનના લગ્નનો વિરોધ પણ કર્યો છે. આ પહેલા જ ગામના લોકો ત્રણ ત્રણ વરરાજાઓને ભગાવવાની કોશિષ પણ કરી હતી. પણ એને તે તમામની વાત ન માની લગ્ન કર્યા જ. એનના પતિની વાત કરીએ તો રિચર્ડ એલિચ એક વિધુર છે અને રિટાયર્ડ પોલીસ અધિકારી છે. બીજો પતિ જ્હોન પીટીર એક ખેડૂત છે. જ્યારે ત્રીજો પતિ માઈકલ ઈનયાકૂ હજુ બેચલર છે.