ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગનાઇઝેશન (ઇસરો) હવે 3 અર્થ ઑબ્ઝર્વેશન કે સર્વિલન્સ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમાંથી એક 25મી નવેમ્બરના રોજ લોન્ચ કરાશે, જ્યારે બીજું બે ડિસેમ્બરના રોજ લોન્ચ કરવાના છે. આ સેટેલાઇટને બોર્ડર સિક્યોરિટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. જાણકારોનું કહેવું છે કે સરહદ સુરક્ષા માટે આ સેટેલાઇટ અંતરિક્ષમાં ભારતની આંખનું કામ કરશે. આ સિવાય PSLV ત્રણ પ્રાઇમરી સેટેલાઇટ, બે ડઝન વિદેશી નેનો અને માઇક્રો સેટેલાઇટ પણ લઇને જશે. PSLV C-47 રોકેટને શ્રીહરિકોટાથી 25મી નવેમ્બરના રોજ 9 કલાક 28 મિનિટ પર લોન્ચ કરવાનું છે. આ PSLV પોતાની સાથે થર્ડ જનરેશનનું અર્થ ઇમેજીંગ સેટેલાઇટ કાર્ટોસેટ-3 અને અમેરિકાના 13 કોમર્શિયલ સેટેલાઇટ લઇ જશે. ઇસરોનું કહેવું છે કે 13 અમેરિકન નેનોસેટેલાઇટ લોન્ચ કરવાની ડીલ પહેલાં જ તાજેતરમાં બનાવામાં આવેલા વ્યવસાયિક શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડે કરી હતી. કાર્ટોસેટ-3ને 509 કિલોમીટર ઑર્બિટમાં સ્થાપિત કરવાનું છે.
ત્યારબાદ ઇસરો બીજા બે સર્વિલાંસ સેટેલાઇટ લોન્ચ કરશે. રીસેટ-2બીઆર1 અને રીસેટ2બીઆર2. તેમણે પીએસએલવીસી48 અને સી49ની મદદથી ડિસેમ્બરમાં શ્રીહરિકોટાથી લોન્ચ કરવાના છે. આની પહેલાં એજન્સીએ 22મી મેના રોજ રીસેટ-2બી અને 1 એપ્રિલને ઇએમઆઇસેટ (શત્રુની રડાર પર નજર રાખવા માટે બનાવેલ સેટેલાઇટ) લોન્ચ કર્યા હતા. આ દરમ્યાન ચંદ્રયાન-2 મિશનના લીધે ઓપરેશનલ સેટેલાઇટના લોન્ચિંગમાં આટલો સમય લાગ્યો. ઇસરોના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે જ્યારે શ્રીહરિકોટાથી વર્ષમાં થયેલા તમામ સેટેલાઇટ લોન્ચ સૈન્ય ઉદ્દેશ્યથી થયા છે. કાર્ટોસેટ 3ની પહેલાં કાર્ટોસેટ 2 કરતાં ઘણી એડવાન્સડ છે. તેનું રિઝોલ્યુશન 0.25 કે 25 સેન્ટીમીટર સુધી (આ 25cm)ના અંતરથી અલગ બે વસ્તુઓને અલગ કરી શકે છે. આની પહેલાં લોન્ચ કરાયેલા સેટેલાઇટનું રિઝોલ્યુશન પાવર આટલો નહોતો.