દીપિકા પાદુકોણ હાલ ચર્ચામાં છે 20 ફેબ્રુઆરીએ લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર 2019નું આયોજન થયું. આ એવોર્ડ ફંક્શનમાં દીપિકાએ હાજરી આપી હતી. એવોર્ડ ફંક્શનની ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ફંક્શનમાં દીપિકાએ વ્હાઇટ કલરની સાડી પહેરીને ગઇ હતી. અભિનેત્રીને અંહી સમ્માનિત કરવામાં આવી. ફંક્શનમાં દીપિકાથી ઘણા સવાલ કરવામાં આવ્યા. દીપિકાએ રાજકારણમાં એન્ટ્રીને લઇને પણ વાતચીત કરી.
જ્યારે અભિનેત્રીથી રાજનીતિમાં આવવાને લઇને સવાલ કરવામાં આવ્યા તો તેને કહ્યું કે મને પોલિટિક્સ અંગે વધારે જાણકારી નથી. પરંતુ મને તક મળશે તો હુ સ્વચ્છ ભારતની મિનિસ્ટર બનવા માંગીશ. મને સ્વચ્છતા ખૂબ પસંદ છે. તેની સાથે તેને તેના બાળપણનો એક કિસ્સો શેર કર્યો છે. તેને કહ્યું કે જ્યારે હું નાની હતી તો ત્યારે મને બધા રહેવા માટે બોલાવતા હતા અને મને લાગતું હતું કે હું ખુબ ફેમસ છું. જોકે, બાદમાં મને અહેસાસ થયો કે તે લોકો મને એટલા માટે બોલાવે છે કે હુ તેમના બેડરૂમ અને તિજોરી સાફ કરી શકું. હું જ્યારે પણ ઘરે હોવ ત્યારે સફાઇ કરતી રહું છું. દીપિકાએ આગળ જણાવ્યું કે જ્યારે હું ઘરેથી મુંબઇ આવી હતી તો માત્ર 18 વર્ષની હતી. આજે આ શહેરે પણ ઘણું આપ્યું છે. મુંબઇ મારું ઘર છે. વૂમન્સ ડેને લઇને દીપિકાને એક સવાલ કરવામાં આવ્યો તો તેને કહ્યું કે ગત કેટલાક વર્ષોમાં ઘણો બદલાવ આવ્યો છે. જોકે હાલ દીપિકા નિર્દેશક મેઘના ગુલજારની ફિલ્મમાં ‘છપાક’માં નજરે પડશે.ત ફિલ્મની શુટિંગ જલદી શરૂ થશે. આ ફિલ્મમાં અભિનેત્રી એસિડ સર્વાઇવરનું પાત્ર ભજવશે. તેનાથી પહેલા દીપિકા 2018માં આવેલી ફિલ્મ પદ્માવતમાં નજરે પડી હતી. આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી હતી.