તો શું ‘ધ કપિલ શર્મા શો’માંથી સિદ્ધૂની નથી થઇ હકાલપટ્ટી? કારણ કંઇક બીજું જ!

પુલવામા હુમલા બાદ એક વિવાદિત નિવેદનને કારણે નવજોત સિંઘ સિદ્ધૂને ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ધ કપિલ શર્મા શો માંથી પણ તેમને આઉટ કરી દેવામાં આવ્યા છે. તેમના દ્વારા પુલવામા હુમલા બાદ પાકિસ્તાન તરફી નિવેદન આપવામાં આવ્યું હતું કે જેના કારણે સોશિયલ મીડિયા પર સિદ્ધૂ વિરુદ્ધ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું, જોકે ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે સોશિયલ મીડિયામાં સિદ્ધૂને લઇને ઉભા થયેલા વિવાદને કારણે તેમને શો માંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

જોકે આ મામલે ખુલાસો આપતા પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોત સિંઘ સિદ્ધૂ કંઇક અલગ જ કારણ આપતા નજરે ચડ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં શો માંથી બહાર થવાના કારણને લઇને સિદ્ધૂને સવાલ કરવામાં આવ્યો હતો કે જેના જવાબમાં સિદ્ધૂ જણાવે છે કે હું છેલ્લા કેટલાક સમયથી મારા રાજનીતિને લગતા કામમાં ગૂંથવાયેલો હોવાના કારણે શોના શૂંટિગ માટે હાજરી આપી શકું તેમ નહોતો અને એટલા માટે જ શો મેર્કસ દ્વારા અમુક એપિસોડ શૂટ કરવા માટે મારું રિપ્લેસમેન્ટ મળી ગયું છે. આ સીવાય મને શો માંથી બહાર કરવાને લઇને ચેનલ દ્વારા કોઇપણ પ્રકારનો સત્તાવાર ટર્મિનેશન લેટર આપવામાં આવ્યો નથી. અગાઉ આ મામલે સોશિયલ મીડિયા પર લોકો દ્વારા સિદ્ધૂને શો માંથી હટાવવાની માગ કરવામાં આવી હતી. આ સીવાય જો ચેનલ દ્વારા સિદ્ધૂને શો માંથી હટાવવામાં નહીં આવે તો શોને બાયકોટ કરવાની ચીમકી પણ આપી હતી. જણાવી દઇએ કે સોની ટીવી દ્વારા પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો કે જેમાં સિદ્ધૂની જગ્યાએ નવા જજ તરીકે અરચના જોવા મળી રહી છે.

(Visited 42 times, 1 visits today)