22 નવેમ્બરનું રાશિફળ શુક્રવારે વૃષભ જાતકો ઉપર માતા લક્ષ્મીની કૃપા રહેશે, આર્થિક દ્રષ્ટિએ દિવસ કેવો પસાર થશે…

મેષઃ-
પોઝિટિવઃ- આજે ભાગ્ય તમને સાથ આપશે તથા કામકાજ સાથે સંબંધિત સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના બની રહી છે. માતા-પિતા સાથે સંબંધ સારા થઇ શકે છે તથા ઘર ગૃહસ્થીમાં એકબીજાનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. કાર્ય વ્યવસાય સાથે સંબંધિત સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે.
નેગેટિવઃ- બહારગામની યાત્રા ઓછી થવાની સંભાવના છે. જો સંભવ હોય તો યાત્રાઓથી બચવાનો પ્રયાસ કરો, જેથી સ્થિતિ તમારી અનુકૂળ રહે. દાંપત્ય જીવનને લઇને પણ થોડી પરેશાનીઓ વધી શકે છે.
લવઃ- પ્રેમ સંબંધ તથા દાંપત્ય જીવન બંને જ સારી સ્થિતિમાં રહેવાની સંભાવના છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક દ્રષ્ટિથી સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આંખમાં દુખાવો થઇ શકે છે.

વૃષભઃ-
પોઝિટિવઃ- આર્થિક સ્થિતિઓ તમારી માટે અનુકૂળ રહેવાની સંભાવના છે. તમારા દ્વારા ધનલાભ પ્રાપ્ત કરવાનો પ્રયાસ સફળ થઇ શકે છે. કાર્ય સંબંધિત સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના બની રહી છે.
નેગેટિવઃ- જમીન-વાહન વગેરેની સુખ-સુવિધા પ્રાપ્તિ હેતુ શરૂઆતમાં થોડી બાધાઓ ઉત્પન્ન થશે. રાજનીતિમાં તણાવનું વાતાવરણ રહી શકે છે. સંતાન પક્ષ તથા પ્રેમ પક્ષ અનુકૂળ રહી શકે છે.
લવઃ- દાંપત્ય જીવન સારું રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- સાહસિક ગતિવિધિઓ, ડ્રાઇવિંગ અથવા રમતમાં ભાગ લેતી વખતે અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવું.

મિથુનઃ-
પોઝિટિવઃ- કોઇ નવા કાર્યની શરૂઆત કરવા માંગો છો તો કરી શકો છો. ભાગ્ય તમને સાથ આપશે જેથી તમારી આર્થિક સ્થિતિ સુદ્દઢ થઇ શકે છે. જો તમે રોકાણનું વિચારી રહ્યા છો તો આ સમયગાળો શુભ છે.
નેગેટિવઃ- નોકરી કરતાં લોકોને પોઝિશન પ્રાપ્તિની દ્રષ્ટિથી પણ સ્થિતિ પ્રતિકૂળ રહેવાની સંભાવના બની રહી છે. આજે તમને મિત્રનો સહયોગ ઓછો પ્રાપ્ત થશે.
લવઃ- આજે પ્રેમમાં વધારો થશે તથા દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે.
સ્વાસ્થ્યઃ- જે લોકોને ઉધરસની સમસ્યા છે, તેમને આ સમયે રાહત મળશે.

કર્કઃ-
પોઝિટિવઃ- તમે રોકાણ સંબંધી નિર્ણય લઇ શકો છો અથવા કમાણીના ઇરાદાથી કોઇ નવી ખરીદારી કરી શકો છો. નોકરી કરતાં લોકો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો આ દિશામાં આગળ વધી શકે છે.
નેગેટિવઃ- તમે મનોરંજન અને વિલાસી પ્રવૃત્તિઓ ઉપર વધારે ખર્ચ કરશો. કુલ મળીને આ સીમિત આવક વિરૂદ્ધ ખૂબ જ ખર્ચવાળો સમય છે, એવામાં હાથ ઉપર અંકુશ રાખવું. તમારા શરીરમાં આળસ અને થાકનો અનુભવ થશે.
લવઃ- પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાનું થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ-
પોઝિટિવઃ- સંતાનના અભ્યામાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે. જેના કારણે તમારી માનસિક પરેશાનીઓ વધશે. થોડાં શુભ અવસર ઉપર કામ કરવાનો પણ અવસર પ્રાપ્ત થઇ શકે છે. આજે તમને સફળતા મળી શકે છે તથા ઘરેલૂ વિકાસ થઇ શકે છે.
નેગેટિવઃ- તમે ઉત્સાહિત વ્યક્તિ હોવાની સાથે-સાથે જિદ્દી સ્વભાવના પણ છો, જેની સીધી અસર તમારા કામકાજના ક્ષેત્ર ઉપર પડશે. એવામાં આ સમય તમે જે પણ કાર્ય કરશો તેને સમજી-વિચારીને કરો.
લવઃ- આજે તમારા સંબંધો વધારે મધુર થશે તેવી સંભાવના બની રહી છે.
વ્યવસાયઃ- આજનો દિવસ સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો અને આંખમાં બળતરા થઇ શકે છે.

કન્યાઃ-
પોઝિટિવઃ- તમારા વિચાર સૌથી અલગ થઇ શકે છે, જેનાથી તમે કોઇ મોટાં કાર્યને અંજામ આપવાની કોશિશમાં જોવા મળશો. તમારું કાર્ય સફળ થવાની સંભાવના છે. જે કોઇ કાર્યને લગન અને મહેનત સાથે કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે.
નેગેટિવઃ- ઘરમાં બધાનું ધ્યાન રાખીને કોઇપણ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તૈયાર રહેવું જોઇએ. ઘરેલૂ વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો અને ઘરમાં બધા સાથે મળીને કોઇપણ કાર્યને સારું કરવાનો પ્રયાસ કરો.
લવઃ- આ સમયે પ્રેમ જીવન તમારા મનને સુકૂન આપશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યામાં નિયમિતતા રાખો.

તુલાઃ-
પોઝિટિવઃ- પરિવારમાં બધા સાથે સમાન વ્યવહાર જાળવવાની કોશિશ કરો. એકબીજા સાથે તાલમેલ તથા એકબીજા પ્રત્યે સહાનુભૂતિ થઇ શકે છે.
નેગેટિવઃ- સંબંધોમાં નિરસતા દૂર કરવા માટે આ સમયે તમારે વિશેષ પ્રયાસ કરવા પડશે. તમારી વાણી અને વ્યવહારમાં પારદર્શિતા વધારો. સ્થિતિમાં સુધાર થશે, પરંતુ થોડાં અવરોધનો સામનો પણ કરવો પડશે.
લવઃ- તમારે શાશ્વત પ્રેમ ઉપર ખૂબ જ ધ્યાન આપવું પડશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મળશે અને ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- સાંધામાં થોડી સમસ્યાઓ હશે તો રાહત મળશે.

વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- તમે સ્વભાવથી વધારે સમજદાર અને વિનમ્ર થઇ જશો. સામાજિત સભામાં તમારી ઉપસ્થિતિથી બધાને સુખ અનુભવ થશે. આધુનિક વિચારને અપનાવો, નવા નિયમ જાણો અને તેના ઉપર અમલ કરવા માટે તમારે પરીક્ષણનો પણ સમય મળશે.
નેગેટિવઃ- જો તમે તમારી આંખ બંધ કરીને ભગવાનને યાદ કરશો તો બીજા દિવસે તમને તે સમસ્યાનો ઉકેલ મળી જશે. તે સમયમાં ધૈર્ય રાખવા માટે કહેવામાં આવી શકે છે.
લવઃ- નાની-નાની વાતોને ઇગ્નોર કરીને યોગ્ય દિશામાં પ્રેમી અથવા જીવનસાથી સાથે સમય વ્યતીત કરવાનો પ્રયાસ કરો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સફળતા મળવાના યોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

ધનઃ-
પોઝિટિવઃ- પ્રગતિનો આ સિલસિલો હાલ શરૂ રહેશે, ચિંતા કરવાની જરૂર નથી. નોકરિયાત અને નાના-મોટાં કામકાજ સાથે જોડાયેલાં જાતકો પણ પ્રગતિ કરી શકશે.
નેગેટિવઃ- રૂપિયાના આવેશમાં આવીને કોઇ ખોટા પગલા ભરવા નહીં. આર્થિક લેણ-દેણમાં સાવધાની રાખીને કાર્ય પ્રત્યે સજાગ રહેવું.
લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વસ્થ જાતકોને નવી સમસ્યા થવાની સંભાવના ઓછી છે.

મકરઃ-
પોઝિટિવઃ- મોટાભાગનો સમય તમે ઉત્સાહ અને સ્ફૂર્તિ સાથે કામ કરવા માટે સક્ષમ રહેશો.
નેગેટિવઃ- તમારી કડવી વાતોના કારણે પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદ થઇ શકે છે. આ પ્રતિકૂળ પરિસ્થિતિઓથી બહાર આવવામાં આધ્યાત્મિકચા, ધાર્મિક કાર્ય, દેવદર્શન અને તીર્થયાત્રાથી મદદ મળશે.
લવઃ- સમય પ્રમાણે એકબીજાને મળતાં રહેવું અને વાતચીત કરતાં રહેવી.
વ્યવસાયઃ- કારોબાર મધ્યમ ચાલશે.
સ્વાસ્થ્યઃ- મનને પ્રફુલ્લિત કરવા માટે પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો.

કુંભઃ-
પોઝિટિવઃ- આ સમયે કોઇ માંગલિક કાર્યક્રમમાં સામેલ થઇ શકો છો. સુખમાં વધારો થશે. લગ્નજીવન આનંદમય રહેશે. સ્નેહીજન અને મિત્રો સાથે મુલાકાત થશે. તમારા મનમાં આધ્યાત્મ પ્રત્યે રસ જાગશે.
નેગેટિવઃ- કાર્યસ્થળ ઉપર વિપરીત લિંગીય પાત્ર સાથે વ્યવહારમાં ધ્યાન રાખો. તમારો ખર્ચ વધારે રહેશે.
લવઃ- પ્રેમી સાથે મધુર સંબંધ જાળવી રાખવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- સફળતા અને નવા કામની શરૂઆત માટે સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય વિશે ફરિયાદ થઇ શકે છે.

મીનઃ-
પોઝિટિવઃ- તમારી માનસિક સ્થિતિ તમને વધારે ધન કમાવા તરફ પ્રેરિત કરશે અને તમે ખૂબ જ મહેનત કરશો. તમારા વરિષ્ઠ અધિકારી તમારા પક્ષમાં રહેશે અને તમને દરેક સંભવ સહયોગ આપશે.
નેગેટિવઃ- નેગેટિવ દ્રષ્ટિકોણ અને વિચાર હાવિ રહેશે. બિનજરૂરી ભાગદોડ કરવાથી બચવાનો પ્રયાસ કરો. કોઇપણ કાર્યને સમજી-વિચારીને જ કરવું તમારી માટે લાભદાયક રહેશે.
લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ- વેપાર-ધંધો સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- એસિડિટી, તાવ અથવા કોઇ અન્ય ઘટનાના પરિણામસ્વરૂપ ઘાવ થઇ શકે છે.

(Visited 40 times, 1 visits today)