હેલ્થ ડેસ્ક: કઠોળ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક ગણાય છે. તેનાથી કાર્ડિયોવાસ્કયુલર રોગોનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે. ડાયટમાં કઠોળનાં સેવનને ટાળતા લોકોને ટકોર કરે તેવું રિસર્ચ અમેરિકન સોસાયટી ફોર ન્યૂટ્રિશન દ્વારા કરવામાં આવ્યું છે. એડવાન્સ ઈન ન્યૂટ્રિશન નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમા મુજબ કઠોળનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્કયુલર રોગોનું જોખમ ઘટે છે. રિસર્ચમાં જોવા મળ્યું કે કઠોળ ખાવાથી કાર્ડિયોવાસ્કયુલર રોગ અને હાઈપર ટેન્શનનાં જોખમને 10% ઘટાડી શકાય છે.
કઠોળમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન અને જરૂરી માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સ રહેલાં હોય છે. તેમાં ઓછી માત્રામાં ફેટ હોય છે અને તે કોલેસ્ટેરોલ મુક્ત હોય છે. રિસર્ચના કો-ઓથર ડો. હના મુજબ ડાયટમાં કઠોળ લેવાથી કાર્ડિયોવાસ્કયુલર રોગ સામે રક્ષણ મેળવવામાં મદદ મળે છે અને તેનાથી બલ્ડ પ્રેશર નિયંત્રણ કરવામાં મદદ મળે છે.