ટીવી પર પહેલી સીરીયલથી જ ઘરે ઘરે ઓળખ બનાવનારી અભિનેત્રી ટીના દત્તા ઘણા વર્ષો પછી પુનરાગન કરી રહી છે. ટીના દત્તા હૉરર શૉ ‘ડાયન’માં લીડ રૉલ કરી રહી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટીનાએ જણાવ્યું કે તે 5 વર્ષ રીલેશનશિપમાં રહી જ્યાં તેણે ઘરેલૂ હિંસાનો સામનો કરવો પડ્યો. ટીનાએ 2015માં પોતાના બૉયફ્રેન્ડ સાથે સંબંધ તોડીને જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.
ટીનાએ કલર્સનાં શૉ ‘ઉતરન’થી એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. ટીનાએ જણાવ્યું કે, “જ્યારે હું રીલેશનશિપમાં હતી ત્યારે પોતાના સંબંધને બચાવવા બધુ જ કર્યું. બૉયફ્રેન્ડનાં હાથની માર પણ ખાધી, તેમ છતા હું તેની સાથે રહેવા ઇચ્છતી હતી, કેમકે હું તેને પ્રેમ કરતી હતી. પરંતુ જ્યારે તેણે મને તેના દોસ્તો સામે જ મારી ત્યારે મને અહેસાસ થયો કે હવે આ સંબંધને પૂરો કરવો જ સારો છે.”
ટીનાએ જણાવ્યું કે, “હું ક્યારેય પણ રીલેશનને આ રીતે પબ્લિકમાં ડિસ્કસ કરવા નહોતી ઇચ્છતી, પરંતુ હવે મને લાગી રહ્યું છે કે મારે આ વિશે બોલવુ જોઇએ. આ રીલેશનશિપ પછી હવે હું સેટલ થવા માંગુ છું. હું હંમેશાથી લવ મેરેજ કરવા ઇચ્છતી હતી, પરંતુ ભગવાનને કંઇક અલગ જ મંજૂર છે. હું ગ્લેમર ઇન્ડસ્ટ્રીનાં કોઇ વ્યક્તિ જોડે લગ્ન કરવા નહોતી ઇચ્છતી, કેમકે મે ઘણા એક્ટર્સનાં લગ્ન ટૂટતા જોયા છે.” ટીનાએ બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. ટીવી સીરીયલ ઉપરાંત ટીનાએ ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ ‘ચોખેર બાલી’માં પણ કામ કર્યું છે.