અનુષ્કા શર્માના આ પોઝને લઇને લોકોએ ઉડાવી મજાક, બરાબરની થઇ ટ્રોલ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના લેટેસ્ટ ફોટોશૂટ ટ્રોલિંગના કારણે ચર્ચમાં છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ આઉટફિટમાં તસવીરો શેર કરી છે. જેમાથી એક ફોટોમાં અનુષ્કાએ હટકે પોઝ આપ્યો છે. આ તસવીર ટ્રોલર્સના નિશાન પર આવી ગઇ છે. ટ્રોલર્સનું કહેવું છે કે અનુષ્કાનો આ પોઝ કમરના દુખાવાની યાદ અપાવે છે. અનુષ્કાની તસવીર પર ફની કોમેન્ટ્સ આવી રહી છે.

 

સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્માની આ ફોટો પોઝથી જોડાયેલા કેટલાક મીમ્સ વાયરલ છે. એવા મીમ્સથી અનુષ્કાનો જુનો સંબંધ છે. ફિલ્મ સૂઇ ધાગાના પોસ્ટર અને ટ્રેલર સામે આવ્યા બાદ અનુષ્કાના લુક્સને ફોકસ કરી ઘણા મીમ્સ વાયરલ થયા હતા. પરંતુ આ વખતે લોકોએ અભિનેત્રીના ફોટોને નિશાન બનાવ્યો છે.

 

 

આ ટ્રેન્ડી ડ્રેસ પહેરીને અનુષ્કા મુંબઇમાં એક ઇવેન્ટમાં સામેલ થવા ગઇ હતી. અનુષ્કાની ફોટો પર એક યુઝરે લખ્યું, કે આ હું છું જ્યારે વાસણ ધોતા સમયે કોઇ અન્ય પ્લેટ લાવીને રાખી દે. એક યુઝરે લખ્યું- ઓફિસમાં બે કલાક બાદ આવો હાલ થાય છે. એક યુઝરે લખ્યું કે જલદી જ કોઇ અનુષ્કાને મૂવ આપો. સોશિયલ મીડિયા પર અનુષ્કાના આ ફોટોની ખૂબ મજાક કરવામાં આવી રહી છે. મૂવની જાહેરાતની તસવીરો પણ લોકો કમેન્ટ બોક્સમાં શેર કરી રહ્યા છે. અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા છેલ્લી રિલીઝ ફિલ્મ જીરો હતી. તેમા તે શાહરૂખ અને કેટરીના સાથે નજરે પડી હતી.

(Visited 42 times, 1 visits today)