જાતીય ટિપ્પણી કરવા બદલ ઈશા ગુપ્તાને માંગવી પડી માફી, જાણો શું કહ્યું…

ક્રિકેટર હાર્દિક પંડ્યાને મહિલાઓ પર આપત્તિજનક નિવેદન આપવા વિશે શિખામણ આપનારી બોલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા હવે પોતે જાતીય ટિપ્પણીના મામલે ફસાઇ છે. ઈશાએ નાઇજિરિયાના ફુટબોલર એલેક્જેન્ડર ઇવોબી પર જાતીય ટિપ્પણી કરવા બદલ માફી માંગી છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ઈશાની ખૂજ ટીકા કરવામાં આવી છે.

 

તેમને બતાવી દઈએ કે ઈશા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર એક વોટ્સએપ ચેટનો સ્નૈપશોટ શેયર કર્યો હતો જેના પછી સોશિયલ મીડિયા પર ઈશાની ખૂબ ટીકા થઈ. આ સ્નૈપશોટમાં તેમને ઈવોબીના પ્રદર્શન સંબંધી આપત્તિજનક નિવેદન કર્યું હતું. આ ચેટમાં ઈશાના મિત્રોએ ઈવોબીને ‘ગોરિલ્લા’ કહ્યું હતું અને કહ્યું કે તેનું ક્રમિક વિકાસ(ઇવોલૂશન) રોકાઈ ગયું છે. તેના જવાબમાં ઈશાએ કહ્યું કે,‘હાહા…મને નથી ખબર કે તેમને મેદાનની બહાર કેમ નથી રાખવામાં આવ્યા.’ જોકે ત્યાર બાદ કેટલાક ફેન્સે ઈશાના આ નિવેદનની ટીકા કરી હતી.

 

 

જોકે વિવાદ વધુ વધતા ઈશાએ તેના ટ્વિટર પર માફી માંગી હતી અને કહ્યું હતું કે,‘મિત્રો મને દુખ છે કે તમને આ જાતીય ટિપ્પણી લાગી રહી છે. એક ખેલપ્રેમી હોવાના નાતે મે આ ખોટુ કહ્યું છે. મને માફ કરો મિત્રો. આ મૂર્ખતાને માફ કરી દો.’ મીડિયા રિપોર્ટ મુજબ ઈશા ગુપ્તા, હાર્દિક પાંડ્યાને ડેટ કરી ચૂકી છે. જ્યારે તાજેતરમાં હાર્દિક પાંડ્યા એક ટીવી શોમાં મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ વિવાદમાં ફસાયો હતો ત્યારે ઈશાએ પાંડ્યા વિશે પૂછતા કહ્યું કે,‘કોને કહ્યું કે પાંડ્યા મારો સારો મિત્ર છે. મને તેના વિશે કઈ ખબર નથી.’

(Visited 31 times, 1 visits today)