આ સુંદર દેખાતી સિંગરે આખા 413 કરોડનું દેવાળુંં ફૂંકી માર્યું, ઘરનો બંગલો પણ ગિરવે

ટીવી કલાકાર કેટી પ્રાઈસ પર અચાનક દેવું થઈ ગયું. લંડનની એક અદાલતે તેમને દેવાળિયું જાહેર કરી દીધી છે. ઘણી ચેતવણીઓ આપવાં છતાં તેણે લેણદારોનું હજારો પાઉન્ડનું દેવું ચૂકવ્યું જ નહીં. તેમના પર બેન્કનું કુલ કર્જ 413 કરોડ છે. પાંચ બાળકોની માતા અને મોડેલ કેટીને ‘માકી મેન્શન’ નામનો પોતાનો લક્ઝરિયસ બંગલો પણ ગુમાવવો પડે એવી સ્થિતિનું સર્જન થયું છે.

 

કેટી પ્રાઈસે 2014માં લગભગ 1.3 મિલિયન યુરોમાં પોતાનો બંગલો ખરીદ્યો હતો. આ બંગલાની હાલની કિંમત 1.6 મિલિયન યુરોથી પણ વધુ હોવાનું કહેવાય છે. આ કેસમાં ગાયિકાનો 9 બેડરૂમનો બંગલો હરાજીની આરે છે. કે જેને વેચીને ગાયિકા લીધેલા કરજને ચુકવશે.

 

 

બન્યું એવું કે 2018માં બેન્કના બધા જ રૂપિયા પાછા આપવા માટે એક યોજના બનાવી હતી. આ યોજના હેઠળ તેમણે અદાલતમાં વ્યક્તિગત સ્વૈચ્છિક કરારની ઓફર કરી. જે મુજબ તે હપ્તે હપ્તે બધા પૈસા ચૂકવવા જઇ રહી હતી. પરંતુ તે તેને ચુકવવામાં નિષ્ફળ રહી. તેના તમામ ચેક બાઉન્સ થયા હતા. જેના પછી કોર્ટે તેમને નાદાર જાહેર કરી દીધી. હવે કેટીના તમામ બેન્ક ખાતા બંધ થઈ જશે અને એક ટ્રસ્ટ તેમની સંપત્તિ વેચવા માટે જવાબદાર રહેશે.

(Visited 114 times, 1 visits today)