જાણો બળાત્કારીની નફ્ફટાઈ, ભુલ કરવાથી શું થયું? હવસ બુઝાવવા નાણા ન હોવાથી બાળકી પર હાથ નાખ્યો

રાજકોટના આજીડેમ ચોકડી પાસે બગીચામાં ખુલ્લામાં રહેતા બાબરા પંથકના શ્રમિક પરિવારની આઠ વર્ષીય પુત્રીને નિંદ્રાધીન હાલતમાં ઉઠાવી જઈ બળાત્કાર ગુજારવાના ક્રુર કૃત્યમાં ઝડપાયેલા નરાધમ હરદેવ મશરૃ માંગરોળીયા ઉ.વ.22 (ભારતનગર શેરી નં.7)ને ઝડપી પાડી મહિલા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીને નફ્ફટાઈથી કહ્યું કે ભુલ થઈ ગઈ તો થઈ લઈ હવે શું ? હવસ બુઝાવવા લલના પાસે જવાના રૃપીયા ન હોવાથી અધમ કૃત્ય આચર્યાનું કથન કર્યું હતું.

બે દિવસ પહેલા રાત્રે નીંદ્રાધીન બાળકીને તેની માતાના પડખામાંથી ગોદડા સહિત ઉઠાવી ગયો હતો અને નજીકમાં જ પુલ નીચે લઈ જઈને બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. ક્રાઈમબ્રાન્ચ સહિતની પોલીસે 24 કલાકમાં જ શનિવારના રાત્રીના આરોપી હરદેવની ઝડપી પાડી પકડકારજનક અને કલંકિત કહીં શકાય તેવી ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. આરોપીની પુછતાછમાં તેણે સમગ્ર ઘટના કબુલી અને પોલીસને સ્થળ પર લઈ જઈ વર્ણન પણ કર્યું હતું. આરોપીના કપડા પરથી મળેલા લોહી અને અન્ય ડાઘને લઈને આરોપી હરદેવની કેફિયત સ્પષ્ટ હોવાનું પોલીસને પુરવાર થતા ધરપકડ કરાઈ હતી.

આરોપી તપાસ અર્થે મહિલા પોલીસની કસ્ટડીમાં સોંપાયો હતો. આજે મહિલા પોલીસે અદાલતમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીએ નફ્ફટાઈથી એવું કથન કર્યું હતું કે તે સમયાંતરે શરીર સુખ માણવા નાણા આપીને લલના પાસે જતો હતો. શુક્રવારની રાત્રે નશો કર્યો હતો અને હવસ બુઝાવવા નાણા ન હતા જેથી બાળકીને ઉઠાવી ગયો હતો. પી.આઈ. સેજલ પટેલના જણાવ્યા મુજબ રીમાન્ડ મેળવીને હવે આરોપીની ઓળખપરેડ સહિતની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે. હાલ તો તે ભુલ થયાનું કથન કરી રહ્યો છે.

(Visited 56 times, 1 visits today)