વર્ષ 2019નું છેલ્લું સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બરનાં રોજ થવાનું છે. મહત્વપૂર્ણ વાત એછેકે, આ સૂર્ય ગ્રહણમાં સૂર્ય, ચંદ્રમાની સાથે જ્ઞાન, પ્રગતિ અને સંતાનના કારક ગ્રહ ગુરૂ આ ત્રણ ગ્રહો એક જ રેખામાં હશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વર્ષના અંતિમ સૂર્ય ગ્રહણનો પ્રભાવ બધીજ રાશિઓ માટે શુભ રહેશે. સૂર્ય ગ્રહણના પ્રભાવથી રાશિચક્રની એવીન ત્રણ રાશિઓ છે જેને આ અવધિમાં બહુજ શુભ ફળ પ્રાપ્ત થશે. તેમાં કર્ક, ધન અને કુંભ રાશિનાં જાતકોને લાભકારી પરિણામ પ્રાપ્ત થશે. જ્યારે અન્ય રાશિનાં જાતકોને આ ગ્રહણ બહુ વધારે લાભકારી નહી હોય. તેમાં ચાર રાશિ છે જેમની ઉપર સૂર્ય ગ્રહણની અસર સર્વાધિક જોવા મળી શકે છે.
વર્ષ 2019 નું છેલ્લું સૂર્ય ગ્રહણ મેષ રાશિના લોકો માટે અશુભ બની શકે છે. આ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, મેષ રાશિના લોકો તેમના અંગત જીવનની સમસ્યાઓને કારણે માનસિક તાણમાં રહેશે. તેમની માનસિક મુશ્કેલીઓ વધવાની સંભાવના છે. ડિસેમ્બરના અંતિમ દિવસોમાં તેમને પડકારોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં કોઈ ઉતાવળમાં નિર્ણય ન લો.
સૂર્યગ્રહણની અસરો મિથુન રાશિનાં જાતકો ઉપર પણ નકારાત્મક અસર કરી શકે છે. આ સમયગાળામાં ઘણા અનપેક્ષિત પરિવર્તન જોઇ શકાય છે. તેમને પડકારો સામે લડવા માટે તૈયાર રહેવું પડશે. સંજોગો ચોક્કસપણે વિરોધી હશે, પરંતુ પછીથી અનુકૂળ પરિણામો મળે તેવી સંભાવના છે. આ સમયગાળામાં તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે. જોખમ લેવામાં ડરશો નહીં. સૂર્યગ્રહણની અસરને કારણે તુલા રાશિના લોકોના જીવનમાં પ્રતિકૂળ સંજોગો રહેશે. તમારા પ્રિયજનો વચ્ચે ગેરસમજ સંબંધોમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ સમયગાળામાં તમે જે પણ નિર્ણય લો, તે કાળજીપૂર્વક લો. આ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કોઈ પણ પ્રકારની બેદરકારી ન લો, નહીં તો સમસ્યા લાંબા સમય સુધી રહી શકે છે. જો મનમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તરત જ તેને દૂર કરો. મનમાં નકારાત્મક વિચારો ન આવે, તેના માટે યોગ અને ધ્યાન કરો.