સરકારો સબ સલામતના દાવા કરી રહી છે જ્યારે બીજી તરફ દેશમાં બેટીઓને ખુલ્લેઆમ નરાધમો પીંખી રહ્યા છે. હજુ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર રેપ કર્યા બાદ તેને જીવતી સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે ત્યારે હવે બિહારમાં પણ તેના જેટલી જ અતી ક્રૂર ઘટના સામે આવી છે. અહીંના બક્સરમાં એક સગીરા પર રેપ કર્યા બાદ તેની બંદુકથી હત્યા કરવામાં આવી હતી અને બાદમાં તેને સળગાવી દેવામાં આવી હતી. સૃથાનિક ડીવાય એસપીએ જણાવ્યું હતું કે યુવતીની હત્યા કરવામાં આવી તે પહેલા તેના પર રેપ થયો હતો. જોકે આ યુવતીનું શરીર સળગી ગયું હોવાથી તેની ચોક્કસ ઉમર જાણી શકાય તેમ નથી. હાલ તેના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે અને વધુ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે પીડિતાને નરાધમોએ એક ગોળી માથામાં મારી હતી. બાદમાં તેને સળગાવી દેવામાં આવી હતી.
આ ઘટનાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. જોકે હજુસુધી આ ઘટનાને અંજામ આપનારા નરાધમો ઝડપાયા નથી. બીજી તરફ જે સૃથળેથી મૃતદેહ મળી આવ્યો ત્યાં અનેક ગ્રામજનો એકઠા થયા હતા પણ કોઇ આ યુવતીને ઓળખી નહોતુ શક્યું. કર્ણાટકમાં પણ માત્ર નવ વર્ષની બાળકી પર રેપ કરવામાં આવ્યો છે. કર્ણાટકના કલાબુરગીના એક ગામમાં માત્ર નવ વર્ષની બાળકી પર રેપ કરવામાં આવ્યો હતો. બાદમાં આ બાળકીનું ગળુ દબાવી દઇને તેની હત્યા કરી દેવામાં આવી હતી. સોમવારથી જ આ બાળકી ગુમ હતી જેને પગલે લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, આ ઉપરાંત પોલીસમાં ગૂમ થયા અંગે ફરિયાદ પણ કરવામાં આવી હતી. છેલ્લે આ બાળકી એક 34 વર્ષીય ટેઇલર સાથે જોવા મળી હતી.
યલપ્પા મહાદેવપ્પા નામના આ શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે. રાજસૃથાનમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી, અહીં ઝાડાવાડ જિલ્લામાં એક 11માં ધોરણમાં અભ્યાસ કરતી બાળકી પર રેપ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનામાં તપાસ અભિયાન ચલાવવામા આવ્યું હતું, જેમાં એક 37 વર્ષીય પુરૂષની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બાળકી પર આ શખ્સે રાત્રે તેના ઘરે જ રેપ કર્યો હતો અને બાદમાં કોઇને કહીશ તો મારી નાખીશની ધમકી આપી હતી. જોકે બીજા જ દિવસે આ સમગ્ર ઘટનાની જાણકારી આ વિદ્યાિર્થનીએ હિમ્મત કરીને પોતાના સ્કૂલના શિક્ષકોને કહી દીધી હતી. જેથી સમગ્ર ઘટના બહાર આવી હતી. આ બાળકીએ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપી દેતા હાલ એફઆઇઆર દાખલ કરીને અપરાધીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોક્સો કાયદા હેઠળ આ કાર્યવાહી ચાલી રહી છે.