19 વર્ષથી ખિતાબ ભારતને કેમ નથી મળ્યો એના માટે આ અભિનેત્રી રાત-દિવસ મહેનત કરશે…

મિસ યુનિવર્સ 2019માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી વર્તિકા સિંહનું કહેવું છે કે બોલિવૂડમાં પ્રેવશ મેળવવો એટલો જ એનો લક્ષ્ય નથી. વર્તિકા કહે છે કે, હું બોલિવૂડનો મોકો છોડવા નથી માંગતી પણ બોલિવૂડ જ મારા જીવનનો એકમાત્ર ટાર્ગેટ નથી. વર્તિકાએ હાલમાં મિસ દિવા યુનિવર્સ 2019નો તાજ પોતાના નામે કર્યો હતો. સાથે જ 8 ડિસેમ્બરે જોર્જિયાના અટલાંટામાં આયોજિત થનાર મિસ યુનિવર્સ પ્રતિયોગિતાના 68મી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

 

વર્તિકાએ કહ્યું કે, મારા માટે ખાલી જીતવું જ બધું નથી. પરંતુ દેશને છેલ્લા 19 વર્ષમાં મિસ યુનિવર્સનો ખિતાબ નથી મળ્યો. હું આ લાંબા અંતરાલને ખત્મ કરવા માગું છું. મારા પિતાજીએ મને શીખવ્યું હતું કે દેશની સેવા કરવાનો મોકો ખુબ ઓછા લોકોને મળતો હોય છે. અને મારા માટે આ મોકો છે કે હું દેશને ગૌરવ અપાવી શકું અને સેવા કરી શકું. અહીં જુઓ વૃતિકાના કેટલાક ફોટો….

(Visited 53 times, 1 visits today)