ટીવી એક્ટ્રેસ ગહના વશિષ્ઠની તબિયત સારી નથી. તે વેન્ટિલેટર પર છે. ગુરુવારે એક વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન સાંજે 4.30 વાગ્યે અચાનક અભિનેત્રી બેહોશ થઈ ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને આઈસીયુમાં દાખલ કરાઈ હતી. મળતા સમાચાર મુજબ અભિનેત્રીની હાલત હવે સારી છે. તેની તબિયત હવે ધીરે ધીરે સુધરતી જાય છે.
ડોકટરોના જણાવ્યા પ્રમાણે જ્યારે તે હોસ્પિટલમાં આવી ત્યારે તેની હાલત ખૂબ નાજુક હતી. જો સારવાર યોગ્ય સમયે મળી ન હોત તો તેનું બચવું ખૂબ જ મુશ્કેલ હતું. જ્યારે અભિનેત્રીને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તે હાઈપરગ્લાય કેમિયાથી પીડાઈ રહી હતી. કે જે મગજની એડીમા હાયપોક્સિયા અને કાર્ડિયાક અરેસ્ટના કારણે થાય છે. એના લીધે માનવીનું મૃત્યુ પણ થઈ શકે છે.
તેની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મોત તેની ખુબ નજીક જ હતું. તેની સારવાર કરનાર ડોક્ટર પ્રણવ કાબરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગહનાસે કોમામાં જતી રહેવાની હતી. જો સારવાર માટે થોડી મિનિટો પણ વધારો મોડું થયું હોત તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ હતો. ડોક્ટરે કહ્યું તેને શોટ આપવો પડ્યો.