1990નાં દાયકામાં રાની મુખર્જી અને ગોવિંદાની જોડીને લોકોએ ખુબ વખાણી અને વધાવી હતી. બોલિવૂડ જગતમાં આ જોડીએ ધૂમ મચાવી દીધી હતી. લોકો એને એટલી હદે પસંદ કરતા હતા કે બધાએ બંન્નેને લગ્ન કરવા સુધીની સલાહ આપી દીધી હતી. જો કે બંન્ને વચ્ચે રિયલ લાઈફમાં પણ પ્રેમ જોવા મળ્યો હતો. ફિલ્મનાં સેટ પર બંન્ને ખુબ વાતો કરતાં અને સાથે જ રહેતા હતા.
ધીરે ધીરે બંન્ને વચ્ચે કંઈક ખિચડી રંધાવા લાગી અને એકબીજાની ખુબ નજીક આવી ગયા હતા. વાત છે હદ કર દી આપને (2000)ના સેટની કે ત્યારે રાની મુખર્જી અને ગોવિંદા ખૂબ નજીક આવી ગયા. એક એવો અહેવાલ છે કે ગોવિંદાને એક વખત હોટલમાં રાત્રિના સમયે રાનીના રૂમમાં રંગે હાથ ઝડપ્યો હતો અને ત્યારે તેમનું અફેર કૌભાંડ બહાર આવ્યું હતું.
ખબરો તો એવી પણ ઉડી હતી કે ગોવિંદાએ રાનીને કાર, હીરા અને લક્ઝરીયસ ફ્લેટ ગિફ્ટ કરવામાં ઘણા પૈસા ખર્ચ કર્યા હતા. બાદમાં ગોવિંદાની પત્ની સુનિતા તેમને છોડીને જતી રહી હતી. ગોવિંદાની એક ભૂલ તેને ભારે પડી હતી અને બંન્નેને મીડિયાએ અર્ધનગ્ન અવસ્થામાં ઝડપી પાડ્યા હતા.
જો કે આ બધી ખબરો પર કોઈ મહોર નથી લાગી પરંતુ એવું કહેવામાં આવે છે કે જ્યારે ગોવિંદાની પત્નીને આ બધી ખબર પડી તો તેને ખુબ ગુસ્સો આવ્યો અને ઘર છોડી બાળકો સાથે રહેવા જતી રહી હતી. એ સમયે ખબર આવી હતી કે રાની ગોવિંદા સાથે લગ્ન કરવા પણ તૈયાર હતી પરંતુ તે તેના બાળકો અને પત્નીને છોડવા નહોતો માંગતો. ત્યારબાદ ધીરે ધીરે બંન્ને વચ્ચે બ્રેકઅપ થયું અને ગોવિંદા તેની પત્ની પાસે જતો રહ્યો.