બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતી છેલ્લા કેટલાક સમયથી પોતાના સ્વાસ્થ્યને લઈ ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પહેલા તેણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. જાણવા મળ્યું છે કે રાણા દગ્ગુબાતીની મા લક્ષ્મીએ તેને કિડની દાનમાં આપી છે. આ રિપોર્ટ્સ પર રાણાએ કહ્યું હતું કે માત્ર અફવાહ છે.
પરંતુ તાજેતરમાં તેની એક તસવીર સામે આવી છે અને ફેન્સને તેણે મુશ્કેલીમાં નાખી દીધા છે. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે તેમાં એક બ્રાન્ડનું પ્રમોશન કરતાં જોવા મળ્યો હતો. ક્યારેક હલ્ક જેવી બોડી બનાવનાર રાણા આ તસવીરમાં સ્લિમ જોવા મળી રહ્યો છે. તેની આ તસવીર સામે આવ્યા બાદ ફેન્સ અલગ-અલગ પ્રકારનો ક્યાસ લગાવી રહ્યા છે.

એક ફેન્સે રાણા દગ્ગુબાતીના આ ફોટા પર કોમેન્ટ કરતાં લખ્યું, તે ઘણો પાતળો લાગી રહ્યો છે, તો કોઈ પૂછી રહ્યું કે બધું બરાબર છે ને? કેટલાક લોકોને આ ફોટો જોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો. તેણે આ બીમારીની અફવાહ પર વાત કરતાં કહ્યું કે, તેના સ્વાસ્થ્યને કંઈ નથી થયું.
આ બધા સમાચાર ખોટા છે. હું તેની ચોખવટ કરી કરીને થાકી ગયો છું. હું એકદમ ફિટ અને ફાઈન છું. મને લાગે છે કે મારી તબિયત ખરાબ થવાનો ટોપિક બહુ બોરિંગ છે. પરંતુ મને એ વાતની ખુશી છે કે લોકો મને આટલો પ્રેમ કરે છે. મારી આટલી ચિંતા છે. રાણાએ સાથે એ પણ જણાવ્યું કે તે બિગ બજેટની ફિલ્મ માટે પ્રી પ્રોડક્શનમાં કામ કરશે. ફિલ્મનું નામ હિરણ્યકશ્યપ છે. આ એક ધાર્મિક ફિલ્મ છે. રાણા તે વીએફએક્સ કંપની સાથે મળીને પ્રી પ્રોડક્શનમાં કામ કરવામાં વ્યસ્ત છે.