વોગ બ્યૂટી અવૉર્ડ્સ 2019માં બોલિવૂડ અભિનેત્રીઓ ખૂબ જ સ્ટાઇલિશ શૈલીમાં આવી હતી. આ અવૉર્ડ નાઇટમાં મલાઇકા અરોરા, શિલ્પા શેટ્ટી, કૃતિ સેનન, ભૂમિ પેડનેકર, સુરવીન ચાવલા, પૂજા હેગડે, સારા અલી ખાન, સોનાલી બેન્દ્રે, રાધિકા આપ્ટે, રકુલ પ્રીત સિંઘ, કરિશ્મા તન્ના, શિબની દાંડેકર, રાધિકા મદન અને શર્મિલા ટાગોર, સાથે શાહિદ કપૂર, કાર્તિક આર્યન અને વિકી કૌશલ જેવા બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા. પરંતુ આલિયા ભટ્ટ ખૂબ સ્ટાઇલિશ અને શાનદાર શૈલીમાં જોવા મળી હતી

આ બ્યૂટી અવૉર્ડ નાઇટમાં આલિયા ડિઝાઇનર માઇકલ કૉસ્ટેલોના મેટાલિક વન શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. આલિયાના ગાઉનની સાથે તેની હેરસ્ટાઇલ પણ ફંકી અને કૂલ હતી.
આલિયા ભટ્ટના ડિઝાઇનર ગાઉનની કિંમત, 5,500 ડૉલર એટલે કે 3,90,425 ભારતીય રૂપિયા છે. આશરે 4 લાખના આ ગાઉનની કિંમતમા એક સામાન્ય માણસ નાની કાર લઇ શકે છે.

આલિયાના પ્રોફેશનલ ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે આજકાલ ફિલ્મ સડક 2 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું દિગ્દર્શન તેમના પિતા મહેશ ભટ્ટ કરી રહ્યા છે. તે સિવાય સંજય દત્ત, પૂજા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર જેવા સ્ટાર્સ તેમાં જોવા મળશે.

આ સિવાય આલિયા અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી છે. આમાં રણબીર કપૂર સુપરહિરોની ભૂમિકામાં જોવા મળશે.

