અમદાવાદમાં મૂક-બધિર યુવતીને ઘરે ઉતારી જવાનું કહી બળાત્કાર ગુજારાયો

અમદાવાદ (Ahmedabad) શહેરના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ (kankariya football Ground) પાસેથી મૂક-બધિર (Deaf and Mute) યુવતીને તેના ઘરે ઉતારી જવાનું હી અપહરણ કરી રામોલ રીંગરોડ ખાતે લઇ જઇ અજાણી જગ્યાએ 23 વર્ષની યુવતી પર બળાત્કાર (Rape) ગુજારાયો હોવાની ઘટના સામે આવી છે. યુવતી ગાયબ થતાં તેના પરિવારે શોધખોળ હાથ ધરી હતી દરમિયાન યુવતીની ભાળ મળતાં તેના કપડાં પર લાગેલી માટીને આધારે પૂછપરછમાં બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું. અમરાઇવાડી પોલીસને આ અંગે યુવતીના પરિવારજનોએ ફરિયાદ આપતાં પોલીસે (Police) આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અમરાઇવાડીમાં રહેતી વિધવા વૃધ્ધાને ચાર સંતાનો છે. જેમાં એક પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. આ પુત્રની 23 વર્ષની પુત્રી તેના દાદી સાથે રહે છે. બે દિવસ પહેલાં વૃધ્ધા મજૂરી કામે ગયેલ હતા અને ત્યાંથી પરત આવ્યા ત્યારે 23 વર્ષની પૌત્રીની ભાળ મળી ન હતી જેથી પરિવાર સાથે મળી તેની શોધખોળ હાથ ધરી પણ તે મળી ન હતી. દરમિયાન મોડી રાત્રે એક અપંગ વ્યક્તિ વાહન પર આ યુવતીને લઇને આવ્યો હતો. બાદમાં યુવતીને જોતાં તેના કપડાં પર માટી જોવા મળી હતી. જેથી તેની પૂછપરછ કરતા વાહન પર મૂકવા આવેલો શખ્સ તેને કાંકરિયા લઇ ગયો હતો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાનું યુવતીએ પરિવારને જણાવ્યું હતું.

આ ઘટના બાદ પરિવારજનો કાંકરિયામાં તપાસ કરવા નીકળ્યા, દરમિયાન ફૂટપાથ પર બેઠેલી એક મહિલા મળી અને તે અમરાઇવાડીમાં મંદિરે જતી હોવાથી તેને ઓળખતી હોવાનું જણાવ્યું હતું. રાત્રે આ યુવતી ફરતી ફરતી ત્યાં આવી હતી અને બાદમાં એક અપંગ વ્યક્તિ તેને વાહન પર બેસાડી ઘરે મૂકવા જવાનું કહી લઇ ગયો હતો. આ શખ્સે તેને ઘરે મૂકવાના બહાને કૂકર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે.

શખ્સે તેનું અપહરણ કરી રામોલ રીંગરોડ પર લઇ ગયો હતો અને ત્યાં અંધારામાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બાબતે મંગેશ ભારદ્વાજ નામના શખ્સની પૂછપરછ કરતા તેણે આ ઘટનાને કબૂલી હતી અને આખરે યુવતીના પરિવારે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(Visited 74 times, 1 visits today)