ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. સુરતમાં દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બની છે. સુરતના કામરેજમાં આદિવાસી પરિણાતા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ મહિલાને ગળાફાંસો આપીને હત્યા કરવાની ઘટના બની હતી. મહિલાની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના કામરેજમાં 47 વર્ષીય આદિવાસી શ્રમજીવી મહિલા ઉપર દુષ્કર્મ આચીરને તેને ગળાફાંસો આપીને હત્યા કરાઇ હતી. ગળાફાંસો આપીને આરોપીઓ સ્થળ ઉપરથી ફરાર થઇ ગયા હતા. કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હજીરાથી નવી પારડી તરફ જતા રોડ ઉપર ખેતરમાં કામ કરતી મહિલાની લાશ મળી હતી.
આ અંગે જાણ કરતા કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને મહિલાની લાશે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળતા મહિલાના ગુપ્ત ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.

દુષ્કર્મ આચર્યા બાદ મહિલાને ચુંદડીથી ગળા ફાંસો આપીને ઠંડે કલેજે હત્યા કરીને ઘટના સ્થળેથી આરોપીઓ ફરાર થયા હતા. પોલીસે મહિલાની હત્યા કસેમાં 302, 376 કલમો નોંધી ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથધરી હતી.
વધુ મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલા મહારાષ્ટ્રના નંદુરબારની રહેવાશી છે. બે મહિના પહેલા મહિલા સાત સભ્યો સાથે સુરત જિલ્લામાં ખેતમજૂરી કરવા માટે આવ્યા હતા. રવિવારે સાંજે મહિલા લોહીલુહાણ હાલતમાં કારોડી અને વેલેનજા વચ્ચેના રોડ બાજુના ખેતરમાંથી મળી આવ્યા હતા.

