જાણો એક્ટ્રેસ એ પૂછ્યો વર્જિનિટી અંગે પ્રશ્ન, ઇલિયાનાએ કેવો આપ્યો જવાબ…

મુંબઇ: બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ Ileana Dcruz એ ઇન્સ્ટાગ્રામ પર Ask Me Anything સેશન રાખ્યું હતું. જેમાં તેને પુછવામાં આવેલાં તમામ સવાલોની વચ્ચે ઇલિયાનાએ એક યૂઝરે તેને ખુબજ ભદ્દો સવાલ કર્યો હતો. જેનો જવાબ ઇલિયાનાએ પણ જડબાતોડ આપ્યો હતો. તે વ્યક્તિએ ઇલિયાનાને તેની વર્જિનિટી અંગે સવાલ કર્યો હતો.

યૂઝરે ઇલિયાનાને પૂછ્યું હતું કે, તે તારી વર્જિનિટી ક્યારે ખોઇ. જેનાં જવાબમાં ઇલિયાનાએ કહ્યું હતું કે, તારી મમ્મી શું કહેશે. આ બાદ યૂઝરે કોઇ જવાબ નહોતો આપ્યો. આ ઉપરાંત ઇલિયાનાને તેનાં કરિઅરને લઇને ફિલ્મો અંગે ઘણાં સવાલ પુછવામાં આવ્યાં હતાં.

સામાન્ય રીતે તેનેતેની પસંદ અને ના પસંદ અંગે વધુ પ્રશ્નો પુછવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ઇલિયાના ગત દિવસોમાં તેલુગૂ ફિલ્મ અમર અકબર એનથનીમાં નજર આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે રવિ તેજા નજર આવ્યો હતો.

આ ફિલ્મમાં તેની સાથે જ્હોન અબ્રાહમ, અનિલ કપૂર, અનિલ કપૂર, પુલકિત સમ્રાટ અને અરશદ વારસી પણ નજર આવશે. આ ફિલ્મનું નામ છે ‘પાગલપંતી’

ઇલિયાનાએ તેનાં બોયફ્રેન્ડને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે ત્યારથી તેમનાં સંબંધો અંગે પણ પ્રશ્નો થઇ રહ્યાં છે.

ઇન્સ્ટાગ્રામ પર થોડા દિવસો પહેલાં આ રીતે ટાઇગર શ્રોફે પણ Ask Me Anything સેશન રાખ્યુ હતું. તેમાં તેની પણ વર્જિનિટી પર સવાલ કરવામાં આવ્યો હતો. યૂઝરે પૂછ્યુ હતું કે, શું તે વર્જિન છે. આ સવાલનાં જવાબમાં તેણે કહ્યું હતું કે, તેનાં માતા-પિતા પણ તેને ફોલો કરે છે. તેણે યૂઝરને બેશરમ પણ કહ્યો હતો. આ ઉપરાંત ટાઇગરને દિશા પટનીને ડેટ અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો જેનાં જવાબમાં ટાઇગરે કહ્યું હતું કે, તે દિશાને ડેટ કરવાની હેસિયત નથી રાખતો.

(Visited 63 times, 1 visits today)