બિગ બૉસ 13માં ગોપી વહુ એટલે જે દેવોલીના ભટ્ટાચાર્ય છવાયેલી છે. વહુની ઈમેજથી દૂર દેવોલીનાનો શોમાં એકદમ ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. તે હાઉસમાં એકદમ ફેશનેબલ દેખાવાની પૂરેપૂરી તૈયારી કરીને આવી છે, આ અંગે તેણે જણાવ્યું કે, તે તેની સાથે 150 જોડી કપડાં લઈને આવી છે.

તેનાં આ 150 જોડી કપડાંમાં નાઈટ સૂટ્શ, ગાઉન અને બીજાં ડિઝાઇનર ડ્રેસિસનો સમાવેશ થાય છે.
તે બિગ બૉસ હાઉસમાં આ બધાં ડિઝાઇનર કપડાં પહેરવા બહુ એક્સાઇટેડ છે. તેણે જણાવ્યું કે, તે મેકઅપની વધારે શોખીન નથી, પરંતુ સ્ક્રીન પર પ્રેઝન્ટેબલ રહેશે.
દેવોલીનાએ એમ પણ જણાવ્યું કે, તે તેના લુકને એકદમ સિંપલ રાખશે અને ઓછામાં ઓછો મેકઅપ કરશે. બિગ બૉસમાં જતાં પહેલાંની તૈયારીઓ વિશે દે્વોલિનાને કહ્યું કે, તેનું આખુ ઘર ડિઝાઇનર કપડાંથી ભરેલું હતું. આ જોતાં તેને એમ લાગી રહ્યું હતું કે, તે લગ્ન કરી રહી છે.

ઘરમાં દરેક વ્યક્તિ તેના માટે તૈયારીમાં વ્યસ્ત છે. આ તેના જીવનનો એક અલગ જ ફેઝ છે. એટલે તે ખૂબજ એન્જોય કરી રહી છે. તેને આશા છે કે, તે લોકોનાં દિલ જીતવામાં સફળ થશે.
બિગ બૉસના ગ્રાન્ડ પ્રીમિયરના દિવસે શોમાં આવવાનું કારણ જણાવતાં તેણે કહ્યું કે, મને વહુ તરીકે લોકોનો બહુ પ્રેમ મળ્યો છે. હવે હું ઈચ્છું છું કે, લોકો રિયલ દેવોલિનાને પણ એટલો જ પ્રેમ કરે. એટલે તેણે વિચાર્યું કે તે વહુથી બેબ બનીને બતાવશે.
દેવોલીનાને બિગ બૉસના ઘરમાં કિચનની ડ્યૂટી મળી છે, જેમાં તેના BFFs સિદ્ધાર્થ શુક્લા છે, છેલ્લી 2 સીઝનના વિનર કિચનમાંથી બન્યા છે, હવે જોવાનું રહ્યું કે, દેવોલિના શું કમાલ કરી બતાવે છે.

