જાણો આ ટિપ્સ / ગ્લુટ મસલ્સ મજબૂત કરવા માટે સિંગલ લેગ બ્રિજ સારું વર્કઆઉટ કરે છે કેવી રીતે…

હેલ્થ ડેસ્કઃ સિંગલ લેગ બ્રિજ એ ગ્લુટ (હિપ્સ) અને જાંઘના સ્નાયુઓને મજબૂત કરવા માટે શ્રેષ્ઠ વર્કઆઉટ છે. તેને પાવરફૂલ કોર સ્ટ્રેન્થિંગ ટેક્નિક તરીકે પણ ઓળખાય છે. આ કસરત દૈનિક વર્કઆઉટ્સમાં સામેલ કરીને શરીરને ટોન્ડ કરી શકાય છે.

કાર્યક્ષમતા વધે છે
આ શરીરને શક્તિ આપે છે અને કામ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. બોક્સિંગ રક્ત પરિભ્રમણને સુધારે છે અને શરીરમાં રહેલા ટોક્સિન્સ દૂર કરે છે. તેનાથી ત્વચા સ્વસ્થ રહે છે.
મસલ્સ મજબૂત થાય છે
જ્યારે તમે બોક્સિંગ કરતા હો ત્યારે તમારા હાથ, ખભા, પગ અને મુખ્ય સ્નાયુઓ મજબૂત હોય છે. આ વર્કઆઉટ હાથ અને પગમાં થતી પીડા ઓછી કરવામાં ફાયદાકારક હોય છે.
એનર્જી લેવલ વધે છે
તેને નિયમિત કરવાથી ઊર્જાનું સ્તર અને પ્રતિરોધક ક્ષમતા બંને વધે છે. આ સ્ટેમિના વધારવામાં અને ગ્રોથ હોર્મોન્સને એક્ટિવ કરવામાં પણ મદદ કરે છે. એબ્સ અને બાયસેપ્સ બનાવવા માટે આ વર્કઆઉટ નિયમિત રીતે કરવું ફાયદાકારક છે.
સ્ટ્રેસ દૂર થાય છે
તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી હાર્ટ રેટ વધે છે અને હૃદય સ્વસ્થ રહે છે. શરીરનું સંતુલન સારું રહે છે.
કેવી રીતે કરવું?

સ્ટેપ 1: પીઠના બળે સૂઈ જાઓ. એક ઘૂંટણ વાળી દો અને તાળનાને જમીન પર અડાડીને રાખો.
સ્ટેપ 2: ધીમે-ધીમે શ્વાસ બહાર કાઢતા તમારો બીજો પગ અને શરીરને ઉપરની તરફ ઉઠાવો અને બ્રિજ પોઝમાં આવી જાઓ.
સ્ટેપ 3: આ સમય દરમિયાન આખા શરીરનું વજન બીજા પગ પર રાખો અને ગ્લુટ્સ પર ભાર આવે એ રીતે તેને ધીમે-ધીમે નીચે લાવો.
સ્ટેપ 4: થોડીક સેકંડ રોકાયા પછી તમે ફરી પ્રથમ અવસ્થામાં આવી જાઓ અને પછી બીજા પગથી આ ક્રિયા પુનરાવર્તિત કરો. આ કસરત લગભગ 10 વાર કરો.
સાવધાની
તમારાં પોશ્ચરનું ધ્યાન રાખો. ખોટા પોશ્ચરમાં કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે.
આ વર્કઆઉટ કરતાં પહેલાં વોર્મઅપ, સ્ટ્રેચિંગ અને જોગિંગ જેવી એક્સર્સાઇઝ અવશ્ય કરો, જેથી તમને ઈજા થવાનો ભય ન રહે.

(Visited 37 times, 1 visits today)