હેલ્થ ડેસ્ક: ઈન્સોમ્નિયા એટલે કે અનિદ્રાથી પીડિત દર્દીઓ રાતે સૂવા માટે સ્લિપિંગ પિલ્સ લેતાં હોય છે. આ પિલ્સથી ઊંઘ તો આવે જ છે સાથે તે આત્મહત્યાના વિચારોથી પણ વ્યક્તિને દૂર રાખે છે. અમેરિકાની ‘સાયકાયટ્રી’ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.
મેડિકલ કોલેજ ઓફ જિઓરેગા દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં 18થી 65 ઉંમરના લોકોને સામેલ કરાયા હતા. આ તમામ લોકો ડિપ્રેસિવ ડિસઓર્ડર, ઈન્સોમ્નિયા અને આત્મહત્યાના વિચારો ધરાવતા હતા.
આ તમામ લોકો પર 8 અઠવાડિયા સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં તેમની સૂવાની આદત અને સમયનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોને 2 ગ્રુપમાં વહેંચીને 1 ગ્રુપને સ્લિપિંગ પિલ્સ આપવામાં આવી હતી.
રિસર્ચમાં પુરવાર થયું કે સ્લિપિંગ પિલ્સ લેતાં લોકો વધુ સમય સુધી અને સારી ઊંધ લે છે. આ સાથે જ આ પિલ્સ લેવાથી આત્મહત્યાના વિચારો પણ ઓછા આવે છે તેમ પણ પુરવાર થયું છે.