જાણો ટ્રાફિકના અવાજથી હૃદયને નુક્સાન થાય છે કેમ…

હેલ્થ ડેસ્ક: વ્હીકલ્સથી ફેલાતાં પ્રદૂષણથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે પરંતુ રોડ પરના ટ્રાફિક જામથી પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. રોડ પર ટાયરના બ્રેકનો અવાજ, સતત હોર્નનો અવાજ સાંભળવાથી હૃદયને નુક્સાન થાય છે. જર્મનીમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

એન્ડર્સ દ્વારા કરાયેલા આ રિસર્ચમાં જર્મનીના 40 વર્ષથી વધુ ઉંમરના 10 લાખ લોકોને સામેલ કરાયા હતા. આ રિસર્ચમાં રોડ પરના ટ્રાફિક, રેલવે અને એરક્રાફ્ટ્સને લીધે ઉત્પન્ન થતા અવાજની અસર હૃદય પર કેવી પડે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ રિસર્ચમાં પુરવાર થયું કે એરક્રાફ્ટ્સનો અવાજ સતત 65 dbથી ઉપર જતો નથી, જેથી તેનાથી હૃદય ને નહિવત પ્રમાણમાં જોખમ રહેલું હોય છે. ટ્રાફિક જામમાં સતત અવાજને લીધે હૃદય પર તેની અસર થાય છે. આ રિસર્ચમાં સાબિત થયું કે ટ્રાફિકના વધુ પડતા ઘોંઘાટને કારણે શરીરના જિન્સ પર તેની અસર થાય છે સાથે જ હાર્ટ અટેક આવવાનું જોખમ પણ વધી જાય છે.

(Visited 52 times, 1 visits today)