ઓફિસમાં કામ કરતી મહિલાઓને સુંદરતા જાળવવાની સૌથી બેસ્ટ Tips પાણ જાણો કેવી રીતે…

વ્યસ્ત કામકાજી મહિલાઓ તથા યુવતીઓએ કેવી રીતે ત્વચાની દેખભાળ કરવી જોઇએ તે અંગે અમે આપને જણાવીશું

પાણી : એક મહત્ત્વનું પરિબળ
આપણે સૌ એ બાબતથી વાકેફ છીએ કે, આપણું શરીર ૭૦ ટકા પાણીથી બનેલું છે. શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જળવાઇ રહે એ જરૂરી છે. વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણે આ મહત્ત્વપૂર્ણ પરિબળને વિસરી જઇએ છીએ. તમારી કાર્યાલયની જગ્યા પર તમારી ડેસ્ક પર પાણી ભરેલી મોટી બોટલ રાખો. આપણે ઓછું પાણી પીએ એટલે આપણી ત્વચા ડિહાઇડ્રેટ થાય છે. ત્વચા ચુસ્તતા ગુમાવે છે. ડિહાઇડ્રેશન થવાથી ચહેરા પર જલદી કરચલીઓ દેખાવા લાગે છે. ત્વચાને સુંવાળી અને ચુસ્ત રાખવા માટે જ પાણી મહત્ત્વનું કાર્ય કરતું નથી પણ શરીરમાં રહેલાં બિનજરૂરી નકામા પદાર્થોને બહાર કાઢી દે છે. આપણે ઓછામાં ઓછું ત્રણ ચાર લિટર પાણી પીવું જોઇએ. આ ધ્યેયને, આ તબક્કા સુધી પહોંચવા માટે આપણે દર કલાકે અડધો ગ્લાસ પાણી પીવું જોઇએ.

ત્વચાને તંદુરસ્ત રાખવા
સમયની વ્યસ્તતાને લીધે આપણે ફેસવોશ દ્વારા ચહેરાને ધોઇ લઇએ છીએ પણ ત્વચાને ઊંડાણપૂર્વક સ્વચ્છ કરો. દિવસ દરમિયાન ચહેરા પર રહેલા મેકઅપને દૂર કરવા માટે યોગ્ય સમય આપતો નથી. પરિણામે ત્વચાના રોમછિદ્રો પુરાઇ જાય છે. વ્હાઇટ હેડસ, બ્લેકહેડસ તથા ખીલ થવાની શક્યતા વધી જાય છે. તમારી ત્વચાને અનુકૂળ આવે એવા સારા ક્લીન્સરના ઉપયોગ દ્વારા તથા અસરકારક ટોનરથી ત્વચાને વધુ સારી રીતે સ્વચ્છ કરી શકાય છે. મેકઅપને યોગ્ય રીતે ઉતાર્યા બાદ બપોરે તમે ફરીથી મેકઅપનું ઓછું આવરણ લગાવી શકો છો. જે તમને સાંજ સુધી તાજગીનો અનુભવ કરાવે.

સનસ્ક્રીનનો ઉપયોગ કરો
તમારા દિવસ દરમિયાનના કામકાજ દરમિયાન તમારે બહાર નીકળવાનું થતું હોય તો સનસ્ક્રીન ટયૂબને હાથવગી રાખો જેથી તડકામાં નીકળતાં પહેલાં લગાવી શકાય. આમ કરવાથી તડકામાં રહેલાં અલ્ટ્રા વાયોલેટ કિરણોથી તમારી ત્વચાને રક્ષણ મળશે. જે મહિલા કર્મચારીઓને ફિલ્ડવર્ક કરવું પડતું હોય તેઓએ દર એક કલાકે સનસ્ક્રીન ટયૂબ લગાવવી જોઇએ. તડકામાં કેટલો સમય બહાર રહેવું પડતું હોય છે તે બાબતને ધ્યાનમાં રાખી આ વાતની કાળજી રાખવી જોઇએ.

જંકફૂડને કરો બાય-બાય…
જંકફૂડ આપણી આંતરિક પાચનશૈલીને જ અસ્તવ્યસ્ત કરતું નથી પણ તેમાં રહેલ તત્ત્વો તેમજ વધુ ઝડપથી તૈયાર કરાયેલી વાનગીમાં રહેલ પોષક તત્ત્વોની સ્થિતિ પણ શરીરને નુકસાન પહોંચાડે છે. તેમાં ખાંડનું પ્રમાણ તેમજ શરીરને ઝડપથી સ્થુળ બનાવે તેવા તત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે. એટલે શક્ય હોય તો તેનો વધુ પડતો ઉપયોગ ટાળો. બારે માસ મળતાં ફળફળાદિ ગ્રહણ કરો. લીલા શાકભાજી અને સલાડનો ભરપૂર ઉપયોગ કરો. કાજુ, બદામ, પિસ્તા તથા અખરોટ જેવા સૂકા મેવાનો ઉપયોગ વધુ કરો.

(Visited 71 times, 1 visits today)