માઈક્રોબ્લોગિંગ સાઈટ એકવાર ફરીથી ઠપ થઈ ગયો છે. આખી દુનિયાના યૂઝર્સ ટ્વીટડેક અથવા ટ્વિટર ઉપયોગ નથી કરી શકતા. યુઝર્સ ટ્વિટર પરના વેબ વર્જનથી ટ્વિટ કરી શકતા નથી. ટ્વિટ કર્યા વગર જ યૂઝર્સને Allready tweeted નો મેસેજ મળી રહ્યોં છે. ત્યાં જ મોબાઈલ એપની સાથે આ સમસ્યા નથી. ટ્વિટર પર આઈઓએસ અને એન્ડ્રોઈડ બંને વર્જન માટે કામ કરી રહ્યાં છે. જો કે ટ્વીટડ્કે આ વિશે કોઈ પણ પ્રકારની જાણકારી આપી નથી.
ત્યાં ટ્વિટરે ટ્વિટ કરી જાણકારી આપી છે કે દુનિયાભરના યૂઝર્સને નોટિફિકેશન મેળવવામાં, મેસેજ મોકલવામાં અને ટ્વિટ કરવામાં આ સમસ્યા આવી રહી છે. કંપની તેને ફિક્સ કરવા પર કામ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સમસ્યા મંગળવારના રોજ રાત્રે આઠ વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. ટ્વિટડેકને લોગિન કરવા પર યુઝરને ટ્વિટરના મોબાઈલ સાઈટ પર રિડાયરેક્ટ થઈને ચલાવવું પડે છે. જો કે થોડા સમય માટે ટ્વિટડેકે કામ કરવાનું ચાલુ કર્યું હતું પરંતુ ફરીથી આ જ સમસ્યા આવી રહી છે. જણાવી દઈએ કે સિંગલ સ્ક્રીન પર ટ્વિટર પર ફીડ્સને મોનિટર અને મેનેજ કરવા માટે એક વેબ અને ડેસ્કટોપ સોલ્યુશન છે.