બૉલિવૂડ અભિનેત્રી અને એનઆરઆઇ ઇશા શેરવાનીની સાખે લાખો રૂપિયાની છેતરપિંડીના મામલામાં દિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલે ત્રણ લોકોની ધરપકડલ કરી છે. પોલીસે એક નકલી કૉલ સેન્ટર પર દરોડા કરી માલિક વેસ્ટર્ન યુનિયન બેન્કના એક એજન્ટ અને એક અન્ય શખ્સની ધરપકડ કરી છે.
ઇશા શેરવાની એસ્ટ્રેલિયામાં રહે છે જેને ઓસ્ટ્રેલિયાના જ કેટલાક મોબાઇલ નંબરથી ફોન કરવામાં આવી રહ્યો હતો. ફોન કરનાર શખ્સ પોતે ઓસ્ટ્રેલિયાનો ટેક્સ અધિકારી હોવાનું જણાવીને ઇશાથી ફોન પર વાત કરતો હતો અને ટેક્સ ન ભરવાના કોટા ફોન કરી છેતરપિંડી
કરી રહ્યો હતો.
છેતરપિંડી કરનાર અભિનેત્રીને એવું કહી ડરાવી રહ્યો હતો કે તેને ઘણા ટેક્સની ચુકવણી કરી નથી તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બાદમાં ટેક્સ સેટલમેન્ટના નામે બનાવટી અધિકારીઓએ આશરે 3.5 લાખ રૂપિયા ઇશાથી રિયા ટ્રાન્સફર અને વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર દ્વારા દિલ્હીમાં એક સરનામે બે વાર જમા કરાવ્યા હતા. એટલું જ નહીં ઇશાને એવી ધમકી પણ આપી હતી કે તેમના બેન્ક એકાઉન્ટથી ઘણા આતંકી સંગઠનોને પણ પૈસા પહોંચી રહ્યા છે.