કરીના કપૂરના આ નવા અંદાજે સૌને ચોંકાવ્યા, ગ્રામિણ મહિલાની જેમ કરવા લાગી કામ

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હાલ ફિલ્મોથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પણ એક્ટિવ રહે છે અને ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી હોય છે. તાજેતરમાં કરીનાનો એક વીડિયો ઘણો વાયરલ થયો છે. જેમાં તે એક અલગ અંદાજમાં જોવા મળી છે.

આ વીડિયોમાં કરીના એક ખેતરમાં પાવડો અને કોદાળી ચલાવતી જોવા મળી રહી છે. કરીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને ફેન્સ કરીનાના આ અંદાજને પસંદ પણ કરી રહ્યા છે. કરીનાના આ વીડિયોને તેના એક ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. સાથે એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો તેના આગામી સરપ્રાઇઝનો છે. જેને લઈ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે આ સરપ્રાઇઝ શું છે તે વિશે હાલ કોઈ માહિતી મળી નથી.

(Visited 115 times, 1 visits today)