યુવરાજ અને ચંદ્રપુત્ર આજે 29 સપ્ટેમ્બરે સાંજે 4 કલાક 20 મિનિટ પર પોતાની સ્વરાશિ કન્યાથી પ્રસ્થાન કરી પોતાની મિત્ર રાશિ તુલામાં પ્રવેશ કરશે. વર્તમાન સમયમાં શુક્ર પોતાના મિત્ર બુધની રાશિ કન્યામાં પ્રવેશ કરશે જેના પરિણામે પરસ્પર અન્યોન્યાશ્રિત યોગ બનશે. આ યોગથી વેપારી વર્ગ માટે સારો સમયનો આરંભ થઈ જશે. શુક્ર, બુધને પોતાના મિત્ર માને છે અને બુધ પણ શુક્રને પોતાનો મિત્ર માને છે એવું કહી શકાય કે સમજો કન્યા અને તુલા રાશિનો સારો સમય આવી ગયો છે. બીજી રાશિઓ પર કેવી પડશે અસર જાણીએ વિગતે.
મેષ રાશિ
મેષ રાશિ માટે શુક્ર સપ્તમભાવમાં જશે જેનાથી લગ્ન વિવાહ સંબંધી વાતચીત નિષ્ફળ જશે. વેપાર માટે ખુબજ સારો સમય. વિદેશ યાત્રા અને દેશાટનનો પૂરો આનંદ ઉઠાવી શકશો.
વૃષભ રાશિ
બુધદેવ શત્રુ ભાવમાં હોવા છતાં શુભ ફળ આપશે. તબીયત સંભાળવી. ગુપ્ત શત્રુઓથી બચવુ.
મિથુન રાશિ
મિથુન રાશિ માટે બુધ પંચમ ભાવમાં છે. આ તમારા માટે એક વરદાન સમાન છે. સફળતા પ્રાપ્ત થશે ધનદૌલત પ્રાપ્ત કરી શકશો.
કર્ક રાશિ
બુધનો ચતુર્થ ભાવમાં આવવાથી મકાન વાહનની ચિંતાઓ દૂર થઈ જશે. માતા-પિતાનું ખાસ ધ્યાન રાખવુ. પરિવારમાં માંગલીક કાર્યો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિ પરાક્રમ ભાવમાં બુધનું આવવાથી ખુબજ શુભ યોગ થઈ રહ્યો છે. થોડી મહેનત કરશો તો સફળતા પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યા ન આવે તે જોજો.
કન્યા રાશિ
બુધ અને શુક્રનું રાશિ પરિવર્તન તમારા માટે લાભ કારક છે. મિત્રો અને પરિવારનો સહયોગ મળશે.
તુલા રાશિ
આ ગોચર તમારા માટે શુભ ફળ લાવશે. કામમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
વૃશ્ચિક રાશિ
બુધનો વ્યય ભાવમાં ગોચર આકસ્મિક ખર્ચ કરાવશે. નકામી ભાગદોડ થશે.
ધનુ રાશિ
બુધનું લાભ સ્થાનમાં જવાથી સ્નેહ મળશે. એકથી વધારે આવકના રસ્તાઓ મળશે
મકર રાશિ
મકરા રાશિવાળાએ શુક્ર અને બુધનો કેન્દ્ર અને મૂળ ત્રિકોણનો પ્રભાવ ખુબજ લાભ અપાવશે. માન સન્માનની વૃદ્ધિ થશે.
કુંભ રાશિ
ભાગ્ય વૃદ્ધિ અને વિદેશ યાત્રાનો યોગ તશે. ધાર્મિક સામાજીક કાર્ય કરી શકશો.
મીન રાશિ
મીન રાશિમાટે બુધ અષ્ટમ ભાવમાં ખુબ સારો તો ન કહી શકાય પણ પેટ સંબંધી વિકારોથી બચી શકશો.