બૉલીવૂડમાં એક્ટિંગ કરવા આવી હતી રશિયન યુવતી, અનેક વખત થયું દુષ્કર્મ

બોલીવૂડમાં કામ કરવા માટે અવાર નવાર અનેક જગ્યાએથી લોકો આવે છે. જેમા કોઇને કામ મળે છે તો કોઇની છેડતી પણ થાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા રશિયન મહિલા બોલીવૂડમાં એક્ટિંગ કરવા મુંબઇ આવી તો તેનો વિઝાની વેલીડિટી ખતમ થઇ ગઇ. તો એક પોલીસ ઇન્સ્પેક્ટરે નકલી વિઝા બનાવવામાં તેની મદદ કરી અને બદલામાં તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યું. આ દરમિયાન તે જ્યારે પ્રેગનેન્ટ થઇ તો તેનું અબૉર્શન પર કરવામાં આવ્યું અને બાદમાં ધર્મ બદલીને લગ્ન કર્યા. હાલ બન્નેનો 5 વર્ષનો પુત્ર પણ છે. ત્યારે હવે મહિલાએ પુણેના પિંપરી – ચિંચવાડ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે.

ગુરુવારે રાતે મુંબઇના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં એક રશિયન મહિલાએ પિંપરી ચિંચવાડના પોલીસ ઇન્સ્પેટક્ટર પર દુષ્કર્મ કરવાનો કેસ નોંધાવ્યો છે. પીડિત મહિલાના વકીલ મુજબ, પીડિતા વર્કિંગ વિઝા પર રશિયાથી બોલીવૂડમાં એક્ટિંગ કરવા વર્ષ 2004માં મુંબઇ આવી. પરંતુ થોડાક દિવસમાં પીડિતાના વિઝા એક્સપાયર થઇ ગયા.

વકીલ અનુસાર, તે બાદ પીડિતાની આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ જાધવથી મુલાકાત થઇ. આરોપી પીડિતાના નકલી પુરાવાના આધાર પર ભારતનો નકલી પાસપોર્ટ બનાવીને આપે છે. પરંતુ નકલી પાસપોર્ટને લઇને ધરપકડ થવાના ડરથી પીડિતાથી અનેક વખત દુષ્કર્મ કરે છે જે બાદ પીડિતા ત્રણ વખત પ્રેગનેન્ટ થઇ જાય છે. બે વખત આરોપી જબરદસ્તી પીડિતાને અબૉર્શન પણ કરાવે છે. પીડિતાએ જ્યારે તેની ફરિયાદ પોલીસના અધિકારીને વાત કરી તો આરોપી પીડિતાથી ધર્મ (ઇસ્લામ) પરિવર્તન કરી લગ્ન કરે છે અને હવે બન્નેને એક પાંચ વર્ષનો પુત્ર છે.

પીડિતાના વકીલ મુજબ, આરોપી અનિલ જાધવ પહેલેથી જ પરણિત છે અને તેને અનેક વખત પીડિતા અને તેના પુત્રને મારવાની કોશિશ પણ કરી. પીડિતાના વકીલ મુજબ, પોલીસને આપવામાં આવેલા સ્ટેટમેન્ટમાં પીડિતાએ આરોપી અનિલ જાધવ પર બે હત્યા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે જેની પોલીસ તપાસ કરી આગળની કાર્યવાહી કરશે.

પોલીસે આ મામલામાં આરોપી અનિલ જાધવ વિરુદ્ધ આઇપીસીની કલમ 376, 377, 313 અને 356 હેઠળ મામલો નોંધાવ્યો છે. પીડિતાના વકીલ મુજબ, આરોપી અનિલ જાધવ હાલ સસ્પેન્ડ છે. પીડિતાને જીવને ખતરો છે જેથી તેને સુરક્ષાની માંગ કરી છે.

(Visited 141 times, 1 visits today)