ખલ્લાસ ગર્લ ઈશા કોપિકરે K-ટાઉનમાં 18 વર્ષ પછી કમબેક કરવા જઈ રહી છે. તેની છેલ્લી સાઉથ ફિલ્મ મૂવી નરસિમ્મા હતી. એકટ્રેસે શિવકાર્તિકેટના અરકમિંગ પ્રોજેક્ટમાં કામ કરશે. આ ફિલ્મ સાઈન્સ ફિક્શન ફિલ્મ છે. જે એલિયન પર આધારિત છે. એક ઇન્ટરવ્યુમાં રજનીકાંત અને અજીત કુમાર પર નિવેદન આપી ફસાઈ ગઈ આ ખલ્લાસ ગર્લ, ઈશાને આ જ કારણે તેના પ્રશંસકોએ ટ્રોલ કરી છે.

વાત જાણે એમછે કે ઇન્ટરવ્યૂમાં ઈશાનને શિવકાર્તિકેય અને સાઉથના સુપરસ્ટાર અજીત કુમાર અંગે વાત કરી હતી. ઈશાએ અજીત કુમારને કહ્યુ કે થાલા અજીતને પસંદ કરે છે પણ તેને નથી ખબર તે હજુ પણ ફિલ્મમાં કામ કરે છે કે કેમ. એકટ્રેસએ કહ્યુ કે હું પહેલા અજીતને ખુબજ પસંદ કરતી હતી, પણ મને ખબર ન હતી કે તે હજુ પણ ઇન્ડસ્ટ્રીઝમાં છે.
ઈશાની આ વાત થાલા અજીતના પ્રશંસકોને પસંદ પડી નથી. તેમણે એકટ્રેસને નિશાન પર લેવામાં શરૂ કરી દીધો હતો. યૂઝર્સનું કહેવુ છે કે જ્યારે તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અંગે કઈ જાણતી નથી તો અહી કામ શું કામ કરે છે.
આ ઇન્ટરવ્યૂમાં ઈશા શિવકાર્તિકેયની રજનીકાંત સાથે સરખામણી કરી બરાબરની ફસાઈ છે. એકટ્રેસે કહ્યુ કે શિવકાર્તિકેય તેમને રજનીકાંતની યાદ અપાવે છે. રજનના પ્રશંસકો આ અંગે આડે હાથ લીધી છે. પ્રશંસકો તેની આ સરખામણીને રજનીકાંત અને અજીત કુમારની બેઈજ્જતી માને છે.

