લાંબા સમયથી પર્દા પરથી ગાયબ છે એવી અભિનેત્રી ઈશા કોપ્પિકર પર્દા પાછળ ઘણી સક્રિય રહે છે. કેટલાક મહિના પહેલા ઈશા ભાજપમાં જોઈન થઈ હતી. એટલું જ નહીં પણ ભાજપનાં ઘણા કાર્યક્રમમાં પણ તે જોવા મળી છે. હાલમાં જ એક ઈવેન્ટમાં ઈશા પહોંચી હતી અને તેણે ઘણા ખુલાસા કર્યાં છે.
ઈશાએ વાત કરતા જણાવ્યું કે મારી દીકરી નાની છે એટલા માટે હું ફિલ્મોથી દુર છું. પરંતુ હું હવે જલ્દી જ મોટા પર્દા પર વાપસી કરીશ. હું પરિવાર સાથે બિઝનેસ પણ સંભાળી રહી છું. પાછળનાં કેટલાક મહિના પહેલા રાજનીતિમાં પગ મુક્યો છે અને હવે ભાજપ માટે કામ કરી રહી છું.
રાજનીતિ વિશે કામ કરવા વિશે કહ્યું કે પાર્ટીનું કામ સારૂ ચાલી રહ્યું છે. તમે પાંચ વર્ષ પહેલા માત્ર ટ્રેલર જોયું હતું પણ હવે ફિલ્મ શરૂ થઈ ચૂકી છે. 370 વિશે વાત કરતા કહ્યું કે હવે વિશ્વનાં નક્શામાં ભારતનું નામ રોશન કર્યું છે. મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ખુબ ગમે છે કારણ કે તે મહિલાઓને આગળ વધવા માટે વિશ્વાસ આપે છે. મહિલાઓ સાથે જોડાયેલ કેટલીય યોજનાઓ મોદીજીએ બહાર પાડી છે.
મહારાષ્ટ્રમાં આવતી ચૂંટણી વિશે વાત કરતા જણાવ્યું કે, હું મારી પાર્ટી માટે આવતી ચૂંટણીમાં પ્રચાર કરીશ. પરંતુ હાલ મારો ચૂંટણી લડવાનો કોઈ પ્લાન નથી. મે હમણાં હમણાં જ રાજનીતિમાં પગ મુક્યો છે. હજુ તો રાજનીતિમાં મારો જન્મ થયો છે. રાજનીતિ સમજવા માટે મારે ગ્રાઉન્ડ વર્ક કરવું પડશે. હું ચૂંટણી વખતે મારી પાર્ટી માટે પ્રચાર કરીશ.

મોદીજીનું કામ મને ખુબ ગમે, હું ચૂંટણી નહીં લડું પણ ભાજપનો પ્રચાર કરીશ: અભિનેત્રી
(Visited 75 times, 1 visits today)