આ પહેલા કપિલ શર્માનાં ઘણા કેરેક્ટરે એવું સ્વીકાર્યું છે કે તેમને વ્યસનમાં આવી આવી લત હતી અને પછીથી છૂટી ગઈ હોય. એ જ રીતે હાલમાં એક ટોપ અભિનેત્રી વિશે પણ એવો જ ખુલાસો થયો છે. સુપરસ્ટાર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન છેલ્લા થોડા સમયથી તેની પર્સનલ લાઈફના લીધે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પહેલા તે ઈટાલિયન બોયફ્રેન્ડના લીધે ચર્ચામાં હતી અને હવે દારુની લતના કારણે ચર્ચામાં છે.

એક ઈન્ટરવ્યૂમાં શ્રુતિએ જણાવ્યું કે તેને દારુ પીવાની ખરાબ લત લાગી હતી. જેનાથી પીછો છોડાવવો એના માટે ખુબ મુશ્કેલ હતો. દારુની લતના કારણે તેના કરિયર પર પણ અસર થવા લાગી. જેના માટે થઈને ફિલ્મોમાંથી થોડા સમય માટે બ્રેક પણ લીધો. શ્રુતિએ પોપ્યુલર ચેટ શો દરમિયાન આ વિશે વાત કરી હતી. શ્રુતિએ આગળ વાત કરતાં જણાવ્યું કે, દારુ છોડ્યા બાદ તેના શરીર પર ફરીથી કન્ટ્રોલ થવા લાગ્યો છે અને સ્વભાવમાં પણ ખાસ્સો બદલાવ જોવા મળી રહ્યો છે.

તેણે કહ્યું કે, જો કે દારુ છોડ્યા બાદ તે બીમાર હતી પરંતુ આ વિશે કોઈને જાણ નહોતી કરી. વાત વધારતા કહ્યું કે “મારું માનવું છે કે આ મારી અંગત બાબત હતી. એટલે મેં ક્યારેય બહાર ન પાડી. ત્યાં સુધી કે મારા નજીકનાં મિત્રોને પણ આ વાતની જાણ નહોતી કરી. શ્રુતિએ દારુની લત છૂટ્યા બાદ કેવું લાગે છે એના વિશે કહ્યું કે “ હવે ખુબ જ સારું લાગી રહ્યું છે. કારણ કે મારી સ્વસ્થ મગજ અને હેલ્ધી શરીર છે. બહારની દુનિયાની દરેક વસ્તુનો સામનો કરવા માટે હવે હું એકદમ તૈયાર છું.”

આ અભિનેત્રી એ હદે દારુ પીવા લાગી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવી પડી, હવે ઠીક થયું એટલે કમબેક કરશે
(Visited 117 times, 1 visits today)
